સુરત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જે દારૂના બુટલેગરો સક્રિય થઈ જતાં હોય છે. ત્યારે સુરત પોલીસે આવા જ ત્રણ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા છે
સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે સુરતમાં ૩ બુટલેગરો દારૂની હેરાફેરી કરતાં હતાં. દરમિયાન ટ્રાફિક પોલીસને જાેઇ તેઓએ બેફામ રીતે કાર હંકારતા બુટલેગરોએ કારને રેલવે સ્ટેશનમાં ઘુસાડી દીધી હતી. આ દરમિયાન રસ્તામાં જતી એક રીક્ષાને પણ ટક્કર મારી હતી. જાે કે, ટ્રાફિક પોલીસે આરોપીઓને આંતરી ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે કારમાં તલાસી લેતાં કારમાંથી દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી. જેથી સુરત પોલીસે ત્રણેય બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
[News Agency]