લગ્નની લાલચ આપી મુંબઈની યુવતીએ મહેસાણાના યુવકને ફસાવ્યો વોસ્ટએપમાં મીઠી મીઠી વાતો કરી કમાવાના ચક્કરમાં યુવકે 80 લાખ ગુમાવ્યાં

January 8, 2025
ગરવી તાકાત મહેસાણા-08

મુંબઈની પૂજા નામની એક યુવતીએ મહેસાણાના કુકરવાડાના યુવક સાથે સોશિયલ મીડિયામાં ફેન્ડશિપ કરી હતી. યુવક સાથે વોસ્ટએપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી. તેમજ તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપમાં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો. શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું હતું. જોકે, બાદમાં રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી હતી.

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યાં હતા. તેમજ 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. 4500 આવશે, ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી પૂજાએ યુવકને ઘડિયાનો ફોટો પણ બતાવ્યો હતો. હંમેશા વૉટસ્એપથી જ વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી યુવકના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી.

એપમાં લેવલ 1 થી 9 સુધી ઈન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશેની લાલચ આપી હતી. પૂજા એ રૂ. 80.33 લાખ સેમકો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નંખાવ્યા. છેલ્લે ખબર પડી કે, આતો ઈન્વેસ્ટ નહિ પણ પૂજા પૈસા લઈ ગઈ છે. અંગત ઉપયોગ માટે પૂજાએ 80.33 લાખ પડાવી લીધા હતા. યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતા તેણે પૂજા સામે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી છે.

યુવક સાથે પૂજા વોટ્સેપ કોલથી જ વાત કરતી હતી. તેને વીડિયો કોલ કરવાનું કહેતા વાતને ટાળી દેતી હતી. માત્ર સુંદર દેખાતી યુવતીના હાઈ પ્રોફાઈલ સ્ટાઈલમાં ફોટો જ મોકલતી. જેથી કોઈ પણ યુવક લલચાઈ જાય અને વિશ્વાસ કરી લે. અને આવું એક બે દિવસમાં નહીં પણ ગત જૂન 2024થી ચાલતું હતું. રોજ વાતો કરવી અને ધીમે ધીમે યુવકને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યાં મુજબ 40 જેટલા અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા સેરવી લીધા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા એકાઉન્ટ ફ્રિઝ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0