દહેરાદૂન ખાતે જવેલર્સના શો-રુમમાં 15 કરોડની લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો
મહેસાણા ખાતે ઝડપાયેલો આરોપી જવેલર્સના શો-રુમમાં લૂંટની મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 07- (Sohan Thakor) મહેસાણા ખાતે જવેલર્સના શો-રુમની રેકી કરીને જવેલર્સના શો-રુમમાં બંદૂકના સહારે ધાડ લૂંટ પાડવા આવેલા બિહારી બાબુને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઇ શો-રુમમાં લૂંટની ઘટનાને અંજામ આપે તે અગાઉ કાળા કપડામાં લપેટી જેલમાં ધસેડી દીધો હતો. જો કે આ આરોપીને પકડવા માટે દહેરાદૂન એસઓજીની ટીમે મહેસાણા એલસીબીનો સહારો લઇ ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે આ ડ્રગ્સ, લૂંટ, ધાડ જેવી મોટી ઘટનાઓને અંજામ આપનાર રીઢા આરોપીને મહેસાણા એલસીબીની ટીમે ઝડપી પાડી મોટી સફળતાં હાંસલ કરી હતી.
ઉતરાયણના તહેવાર સંબંધે મહેસાણા જિલ્લાના ભીડભાડવાળા તથા શંકાસ્પદ જગ્યાઓ પર પેટ્રોલીંગ કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં સ્ટાફ સાથે ભીડભાડવાળી જગ્યાઓએ તથા શંકાસ્પદ જણાતી જગ્યાઓ પર એલસીબી પીએસઆઇ એમ.પી.ચૌધરી, એએસઆઇ ડાહ્યાભાઇ, ગણેશભાઇ, શૈલેષભાઇ, નિલેષકુમાર, વિજયસિંહ, કિરણજી, હેમેન્દ્રસિંહ, સહિતનો સ્ટાફ મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.
દરમિયાન દહેરાદુન કોતવાલીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રીલાયન્સ જેવલર્સ શો રુમમાંથી 15 કરોડની લૂંટની ઘટનાનો જે બનાવ બનેલ હોઇ દેહરાદૂન એસઓજીની ટીમે મહેસાણા એલસીબી ઓફિસે મદદ માટે આવતાં આ ઘટનાની ગંભીરતાને જોતં મહેસાણા એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એક ઇસમ બેગ સાથે મહેસાણા રાધનપુર રોડ પાસે એરોડ્રેમ પાછળની દિવાલ બાજુના રસ્તા પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી પુછપરછ કરી તેની બેગ ચેક કરમાં બેગમાંથી એક તમંચો તથા કાર્ટીઝ મળી આવ્યાં હતા.
જેનું નામ ઠામ પુછતાં વિકાસ મનોજભગત કુશવાહ રહે. હાલ સુરત, ગંગાનગર સોસાયટી, પાલનપુર જકાતનાકા પાણીની ટાંકી પાસે, સુરત શહેર તથા મુળ રહે મધુરાપર તા. સાહેબગંજ, જી. મુજફરપુર બિહારવાળો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની અંગઝડતી લેતા તેની પાસેથી મોબાઇલ, તથા રોકત રકમ દેશી તમંચો, કારતુસ, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ શખ્સની વધુપુછપરછ કરતાં તે છેલ્લા ાપંચેક દિવસથી મહેસાણા ખાતે આવી જવેલર્સ સોના ચાંદીના મોટા શો ર-રુમોની લૂંટ કરવાનો ઇરાદો રાખી આવ્યોં હોવાનો ખુલાસો મહેસાણા એલસીબી સમક્ષ કર્યો હતો.
મહેસાણા એલસીબીએ ઝડપેલા આરોપી વિકાસ કુશવાહનો ગુનાહિત ઇતિહાસ
વિકાસ કુશવાહ નામનો મૂળ બિહારનો આ આરોપી લાલગંજ પોલીસ સ્ટેશન વૈશાલી બિહાર ખાતે એનડીપીએસ એક્ટના ગુનામાં પણ સંડોવાયેલો છે તો અગમકુઆ પોલીસ સ્ટેશન પટના બિહાર ખાતે ઇપીકો કલમ 395 અંતર્ગત પણ ગુનો નોંધાયેલો છે જ્યારે રામકૃષ્ણાનગર પોલીસ સ્ટેશન પટના બિહાર વિસ્તારમાં પણ ઇપીકો કલમ 392માં સંડોવણી હોવાનો મહેસાણા એલસીબીએ ખુલાસો કર્યો હતો. આમ મહેસાણા એલસીબીએ મહેસાણા શહેરમાં કોઇ જવેલર્સની દુકાનમાં મોટી લૂંટની ઘટના બને તે અગાઉ બિહારી બાબુને ઝડપી પાડ્યોં હતો.