ભાસરીયા પીકઅપ સ્ટેન્ડ પાસે પીકઅપ ડાલામાં ચોરીના મુદ્દામાલ સાથે સાત શખ્સો ઉભા હતા
ગરવી તાકાત, મહેસાણા – મહેસાણા તાલુકાના ભાસરીયા પીકઅપ સ્ટેન્ડ પાસે પીકઅપ ડાલામાં તેલના ડબ્બા, કેબલ વાયર સહિતનો મુદ્દામાલ ભરી ચોરી કરનાર શખ્સો ઉભા હોવાની મહેસાણા એલસીબીને મળેલી બાતમીના અધારે ઘટના સ્થળે પહોંચી પોલીસે પીક અપ ડાલા સહિતનો મુદ્દામાલ કબજે કરી ઘટના સ્થળ પરથી ચોરી કરવાની આદત ધરાવતાં સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ લાંઘણજ પોલીસને સોંપવામાં આવ્યાં હતા.
શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લેવા માટે મહેસાણા જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યાં છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર તસ્કરોને ઝડપી પાડવા સતત પેટ્રોલીંગ કરી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તાર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતી ચોરીઓની ઘટનાઓને ડામવા અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચન ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવે આપેલી સૂચના મુજબ તા. ૧૩-૧૨-૨૨ના રોજ પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ દિનેશભાઇ, ડાહ્યાભાઇ, કેશરસિંહ, રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, રોહિતકુમાર, રશ્મેન્દ્રસિંહ, પિયુષકુમાર, કિરીટસિંહ, સમીરકુમાર, હરેશસિંહ, ભાવિકકુમાર, પાર્થકુમાર, ધર્મેન્દ્રભાઇ, મોનીકાબેન, સહિતનો એલસીબી સ્ટફના માણસોને સૂચના મળી હતી કે, ભાસરીયા હાઇવે રોડ પીક અપ સ્ટેન્ડ નજીક રોડની સાઇડમાં એક પીકઅપ ડાલામાં પાછળના ભાગે કેબલ વાયર, તેલના ડબ્બા, તથા લોખંડનું ફાઇટર મશીન ભરેલ છે. જે મુદ્દામાલ ઇસમો ચોરી કરીને લાવ્યાં હોવાનું જણાઇ આવેલ છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પીકઅપ ડાલામાં કાળા કલરના કેબલ વાયરના ગુંચડા, તેલના ડબ્બા, ફાઇટર મશીન, ઇલેક્ટ્રિક મોટર સાથે કુલ સાત શખ્સોને પોલીસે પકડી સીઆરપીસીની એક્ટ ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને હસ્તગત કરી પકડાયેલ તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાંઘણજ પોલીસને સોંપવામાં આવ્યાં હતા.
પકડાયેલ આરોપીઓના નામ :
૧. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક
૨. પઠાણ આશીફખાન બીસ્મીલાખાન રહે. મંડાલી, ચરાવાસ, તા. મહેસાણા
૩. કુરેશી અલ્ફરાજ ઉર્ફે ગુબ્બી યાસીનભાઇ રહે. મંડાલી, પઠાણવાસ તા.મહેસાણા
૪. પઠાણ શરીફખાન ઉર્ફે બાવો બીસ્મીલાખાન રહે. મંડાલી, ચરાવાસ તા. મહેસાણા
૫. પઠાણ શાહરૂખખાન હુસેનખાન રહે.જાકાસણા તા.જિ.મહેસાણા
૬. ઠાકોર અજીતજી લક્ષ્મણજી રહે. મંડાલી, ચરાવાસા તા.મહેસાણા
૭. ઠાકોર જગાજી લક્ષ્મણજી રહે. મુદરડા, વચલુપરુ, તા. મહેસાણા
૮. ઠાકોર વિષ્ણુજી રમણજી રહે. હરસુડલ, રામજી મંદિરની પાસે, તા. જાેટાણા