ગરવી તાકાત વાવ-26 અહેવાલ ભરત ચૌધરી વાવ
વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર રાજસ્થાન સરહદને અડીને આવેલ હોઈ રાજસ્થાન માંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં ના આવે તેમજ લોકો દારૂ પીને પ્રવેશ ના કરે તે માટે ત્રણ ચેક પોસ્ટો ગોઠવી સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે.
31મી ડિસે.ને લઈને 1.માવસરી બાખાસર રોડ ઉપર 2.મીઠાવી ચારણ 3. દૈયપ ત્રણ રસ્તા જે જગ્યાએ ચેકપોસ્ટ ગોઠવી ત્યાં પોલીસ હોમગાર્ડ, જીઆરડીના માણસો ગોઠવીને રાજસ્થાન બાજુથી આવતા વાહનો જેમાં કોઈ વાહન ગેરકાયદેસર કે શંકાસ્પદ જણાવી આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દર્જ કરવો તેમ જ ગુજરાતમાં આવતો દારૂ અફીણ ચરસ ગાંજો કેવી નશાયુક્ત ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે માવસરી પોલીસ સ્ટેશન તરફથી સઘન સુરક્ષા વધારી છે.
તસવીર