લો બોલો મહેસાણા નંદાસણ ના મહિલા પી આઈ સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા પડતા માનસિક સંતુલન ગુમાવી બેઠા

શેર કરવા અહીં ક્લિક કરો.

— હે રામ…!નંદાસણ મહિલા પીઆઇની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના વેપલાનો પર્દાફાસ :

— ઈન્દ્રાડ પાસે રામનવમીના સ્ટેટ મોનિટરિંગ ટીમ ત્રાટકી,13.77 લાખનો દારૂ પકડાતાં પીઆઇ ધાડુકની ધડકન અટકી ગઈ :

— પોલીસે બે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરી, પાંચ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા :

— દારૂ તેમજ કન્ટેનર સહિત કુલ રૂપિયા 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે :

— કમલા અમૃત પાર્ક નજીક ગાંધીનગરની ટીમે સફળ દરોડો પાડ્યો, નંદાસણ પોલીસની ઉંઘ હરામ :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના નંદાસણ પોલીસ મથકની હદમાં આવતા ઈન્દ્રાડ ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને નંદાસણના મહિલા પી.આઈ રોમાં ધાડુકની અમી દ્રષ્ટિથી ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ કરી નાખ્યો છે. ગાંધીનગરની ટીમે પાડેલા દરોડાથી મહિલા પીઆઇ ધાડુકની ધડકન ધડકતી બંધ થઈ ગઈ હોવાનો અહેસાસ તેમને થયો હશે. ગાંધીનગરની ટીમે સારા ૧૩ લાખથી પણ વધુનો દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે મહેસાણા જિલ્લામાં રામ નવમીના દિવસે પોલીસને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટો ઝટકો આપ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને મળેલી બાતમી આધારે ઈન્દ્રાડ ગામ નજીક આવેલા કમલા અમૃત પાર્ક પાસેની અરવિંદ ઈનવીસોલના પ્લોટ નંબર 103 પાસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પડ્યું છે. જેના આધારે ટીમે દરોડો પાડી કન્ટેનર પકડી પાડયું હતું

આ કાર્યવાહી દરમિયાન કન્ટેનર માંથી આરોપી અમજદ ખાન પઠાણ, પ્રકાશ રાણા ને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દબોચી લીધા હતા. ટીમે કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી 13.75 લાખ રૂપિયાનો વિદેશી પ્રકારનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 3 મોબાઈલ ૧૨ લાખની ટ્રક સહિત કુલ ૨૬.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

— આ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા :

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડેલા બે આરોપીની પૂછપરછ કરી હતી જે દરમિયાન રોહિત મારવાડી, ભાવેશ મારવાડી, રોહન સુરેશભાઈ, હિતેશ રાજપુરોહિત અને મુનિ ઉર્ફે મુકેશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે દરોડા બાદ પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે લગાવી હોવાનું જાણવા મળ્યું છે.

— નંદાસણ પીઆઇની રહેમ નજર હેઠળ દેશી-વિદેશી દારૂનો ધૂમ વેપાર :

નંદાસણ પોલીસ મથક તાબામાં આવતા વિવિધ વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમો નજીક નંદાસણ પીઆઈની સીધી દોરવણી હેઠળ દેશી તેમજ વિદેશી દારૂનો વેપાર થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો નંદાસણ પોલીસ મથકના મહિલા પી.આઈની રહેમ નજર હેઠળ ચાલતા અનેક ગેરકાનૂની ધંધા આ વિસ્તારના લોકો માટે નવી બાબત ન હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. ખાખી પહેરી પોતે મહિલા હોવાનો ફાયદો ઉઠાવતા પી.આઈ હવે જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની રડારમાં આવ્યા છે ત્યારે પોતાને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા હોવાની વાત પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

— નંદાસણ મહીલા પી. આઈ. માનસિક સંતુલન ગુમાવી બેઠા :

ગઈકાલે રામ નવમી દિવસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નંદાસણ પોલીસ મથક ના તાબા વિસ્તારમાં દરોડો પાડી 13 લાખ થી વધુની કિંમતનો દારૃ પકડી પાડયો હતો તે અંગેની વિગત માંગવા માટે નંદાસણ પી આઈ ધડુક મૅડમને ફોન પર સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે મહેસાણા થી 20 કી મી. દૂર નંદાસણ આવી અમારા પી એસ ઓ. પાસે થી વિગત લઈ જાઓ તેમ કહી ગુસ્સામાં ફોન કાપી નાખ્યો હતો. આમ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતાં હાઈપર ટેન્શન માં આવી પી આઈ મૅડમ માનસિક સંતુલન ગુમાવી બેઠા લો બોલો.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.