— ઉત્તરાખંડમાં સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી મળી છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉત્તરાખંડ જવાના છે.
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની 70 સીટો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. અહીં ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે ઉત્તરાખંડમાં ભાજપને જીત અપાવવા માટે ગુજરાતના નેતાઓને જવાબદારી મળી છે.
— ભાજપના નેતાઓ જશે ઉત્તરાખંડ:
ઉત્તરાખંડમાં સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી મળી છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉત્તરાખંડ જવાના છે. સરકારના પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદોને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે. ગઢવાલ ક્ષેત્રમાં પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં જીત અપાવવાનું કામ ગુજરાતના નેતાઓને સોંપવામાં આવ્યું છે.
— ગુજરાતના આ નેતાઓને મળી જવાબદારી:
ભુપેન્દ્રસિંહ ચુડાસમા– શંકરભાઈ ચૌધરી– સૌરભભાઇ પટેલ– ગણપતસિંહ વસાવા– ગણપતસિંહ વસાવા– જયદ્રથસિંહ પરમાર– ઈશ્વરસિંહ પટેલ– બાબુભાઈ બોખરીયા– રણછોડભાઈ રબારી– કિશોરભાઈ કાનાણી– જવારભાઈ ચાવડા– આત્મારામભાઈ પરમાર– મોહનભાઈ કુંડારિયા– રાજેશ ચુડાસમા– બાલકૃષ્ણ શુક્લા– દિનેશભાઈ અનાવડીયા– મિતેશભાઈ પટેલ.
ગઢવાલ ક્ષેત્રમાં ભાજપની નજર: ઉત્તરાખંડ વિધાનસભામાં કુલ 70 સીટો છે. ભાજપે પાછલી ચૂંટણીમાં 57 સીટો જીતીને સત્તા મેળવી હતી. આ વખતે ગઢવાલ ક્ષેત્રની 41 સીટો પર ભાજપની ખાસ નજર છે. એટલે અહીં પ્રચારની જવાબદારી ગુજરાતના નેતાઓને પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પણ ગુજરાત ભાજપના અનેક નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે.