કડીમાં ભાજપ દ્વારા નિ:શુલ્ક મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— વડાપ્રધાનના 72 મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેમ્પ યોજાયો :

ગરવી તાકાત મહેસાણા : કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં આવેલ ચંપાબા પટેલ ટાઉનહોલ ખાતે રવિવારે ભાજપ ડોક્ટર સેલના સહયોગથી મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો  કેમ્પની અંદર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. અને કડી ના નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72ના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે
અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે શહેરના ચંપાબા પટેલ ટાઉનહોલ ખાતે  રવિવારે ભાજપ ડોક્ટર સેલના સહયોગથી મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પની અંદર  કડી શહેરના નામાંકિત ડો.આનંદ પટેલ (ફિઝિશિયન), ડો.જીગ્નેશ પટેલ (જનરલ સર્જન), ડો.માર્કડ સુથાર (ડેન્ટલ), ડો.પ્રકાશ પટેલ (ઓર્થોપેડિક),ડો.જીગ્નેશ હાલાણી (ગાયનેક), તેમજ કડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ સ્ટાફ તેમજ વિવિધ ડોકટરોએ આ કેમ્પની અંદર સેવા આપી હતી ભાજપ દ્વારા યોજવામાં આવેલ મેગા મેડીકલ કેમ્પની અંદર  સવારથી દર્દીઓની ભીડ જોવા મળી રહી હતી.
મેડીકલ કેમ્પમાં 1024 દર્દીઓને વિનામૂલ્યે ડોક્ટરો દ્વારા તપાસ કરી આપવામાં આવી હતી તેમજ વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી ભાજપ દ્વારા યોજવામાં આવેલ કેમ્પમાં ભાજપના જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ, મહામંત્રી શૈલેષભાઇ પટેલ, એપી.એમ સી ના ચેરમેન રાજેન્દ્ર પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ,વીએચપીના દિનેશભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ચિરાગ પટેલ,શહેર ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ,મહામંત્રી પારસ કણિક,કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાર, નિલેષ નાયક,અરવિંદ પંડ્યા તેમજ કડી શહેરના યુવા મોરચાના કિન્તુ પટેલ, નિગમ પટેલ,બિપીન પટેલ,નિગમ પટેલ, તારક પટેલ, મૌલિક પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓએ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.