કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અરવિંદ કેજરીવાલના વકીલને તૈયાર રહેવા કહ્યું છે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આજે કહ્યું હતું કે તે મંગળવારે (7 મે)ના રોજ વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અરવિંદ કેજરીવાલના વકીલને તૈયાર રહેવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર 7 મેના રોજ સુનાવણી કરશે. ચૂંટણીના કારણે સુપ્રીમ કોર્ટ તેમના વચગાળાના જામીન પર વિચાર કરશે. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આગામી સુનાવણીમાં વચગાળાની જામીનની શરતોનો પણ ખુલાસો કરવા કહ્યું છે. વચગાળાના જામીન આપવા કે નહીં તે અંગે અમે હજુ નિર્ણય લીધો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મંગળવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે જો આ કેસ લાંબા સમય સુધી ચાલશે તો અમે વચગાળાના જામીન પર વિચાર કરીશું. સુપ્રીમ કોર્ટે EDને અન્ય એક પ્રશ્નનો જવાબ પણ માંગ્યો કે શું કેજરીવાલ જેલમાંથી સત્તાવાર ફાઇલો પર સહી કરી શકશે? જસ્ટિસ ખન્નાએ EDને કહ્યું, અમે આજે કંઈ નથી કહી રહ્યા, પરંતુ અમે કહી શકીએ છીએ કે, મંગળવારે તૈયાર રહો.