કડીના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનની બારી તોડી તસ્કરો લેપટોપની ચોરી કરી રફુચક્કર

શેર કરવા અહીં ક્લિક કરો.

— દુકાનમાંથી તસ્કરો લેપટોપ ઉઠાવી ગયા :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા તેમજ શહેરની અંદર થોડાક મહિનાઓથી લૂંટ,હત્યા, ચોરી,ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે  અને ક્રાઈમનું હબ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કડી તાલુકાના ખંડેરાવપુરા માં  ઝેરોક્સની દુકાન માંથી તસ્કરો બારી તોડી લેપટોપ ઉઠાવી રફુચક્કર થઈ જતા માલિકે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

— તસ્કરો CCtvમાં કેદ :

કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખંડેરાવપુરામાં રહેતા રજનીભાઈ પટેલ કે જેઓ આખતા ઝેરોક્ષ તેમજ ઓનલાઈન ની દુકાન ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે  રાબેતા મુજબ તેઓ સાંજના સમયે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાબેતા મુજબ સવારે દુકાન ખોલી અને દીવાબત્તી કરીને જોયું તો  દુકાનની પાછળ આવેલ સિમેન્ટ ની બારી તૂટેલી હાલતમાં જોઈ હતી  જ્યારે દુકાનની અંદર જેઓએ તલાસી કરતાં દુકાનની અંદર રહેલ લેપટોપ કિંમત રૂ 32,000 ની ચોરી થઈ હોવાનું જોતા  તેઓએ આજુબાજુ તલાશી કરી હતી
અને સીસીટીવીમાં જોતા  બે તસ્કરો  લેપટોપ ચોરી જતા હોય તેવું જોવા મળી રહ્યું હતું અને એક ઇસમના કેળમાં છરી જેવું ભરાયેલું સીસીટીવીમાં નજર કેદ થયું છે જે બાબતે રજનીભાઈ પટેલે  કડીના બાવલુ પોલીસ મથકમાં દોડી આવીને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.