ઊંઝાના પ્રતાપગઢની મહિલાને આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપીના આગોતરા ફગાવતી વિસનગર સેશન્સ કોર્ટ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉત્તર ગુજરાત વીંજ કંપનીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને ફેનીલ ચૌધરી સંબંધો રાખવા દબાણ કરતો હતો

વારંવાર જુદા જુદા મોબાઇલથી ફોન કરી ત્રાસ આપનાર શખ્સથી ત્રાસી જઇ મહિલા કર્મીએ અત્મહત્યા કરી લીધી હતી

આરોપીઓ વિસનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી 

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – ઊંઝા તાલુકાના પ્રતાપગઢની મહિલા કર્મચારીને ફોન પર સંબંધો રાખવા દબાણ કરનાર શખ્સના ત્રાસથી કંટાળી જઇ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ આ શખ્સ વારંવાર જુદા જુદા નંબરથી ફોન કરી મહિલાને સંબંધો રાખવા દબાણ કરતાં આખરે આ શખ્સના ત્રાસથી ત્રાસી જઇ મહિલાએ આપઘાત કરી લીધો હતો. જે આપઘાત મામલે હત્યા માટે મજબુર કરનાર શખ્સે વિસનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. જે જામીન અરજી સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને લઇ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

If children are brought to court, mind, studies will be affected: Court |  મેટ્રો કોર્ટનો આદેશ રદ: બાળકોને કોર્ટમાં લવાય તો મન, અભ્યાસ પર અસર પડે :  કોર્ટ - Ahmedabad News | Divya Bhaskar

ઊંઝા તાલુકાની પ્રતાપગઢની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જે આપઘાત બાબતે ઊંઝા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપઘાત મામલે ગુનો નોંધી પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવાની બાબતમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઊંઝા તાલુકાના પ્રતાપગઢની આ મહિલાને વિસનગર પંથકના ફેનીલ ચૌધરી નામનો શખ્સ આ મહિલાને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ત્રાસ આપતો હતો.

આપઘાત કરનાર મહિલા કર્મચારીએ ફેનીલ ચૌધરી નામના શખ્સનો મોબાઇલ નંબર બ્લોક કરતાં તે નંબર બ્લોક કર્યા બાદ પણ અલગ અલગ મોબાઇલથી ફોન કરીને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી ગયેલી આ મહિલા કર્મચારીએ આખરે આત્મહત્યા કરી લીધી હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી આત્મહત્યા કરનાર ફેનીલ ચૌધરી જ જવાબદાર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેને લઇને આરોપી ફેનીલ ચૌધરી દ્વારા વિસનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જે આગોતરા જામીન અરજી મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.