— કડીમાં અનેક ઠેકાણે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે :
— શું સ્થાનિક પોલીસને ખબર નથી? તે મોટો પ્રશ્ન :
— સ્થાનિક પોલીસ સુતી રહી ને સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી :
ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં દેશીદારૂના અડ્ડા ઠેકઠેકાણે ચાલી રહ્યાં છે કડીના બલાસર,મલ્હારપુરા,ચંડીગઢ જેવા અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે અને દેશી દારૂના બુટલેગરો બેફામ વેપાર કરી રહ્યા છે ત્યારે કડી તાલુકાના વિડજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે 691 લીટર દેશી દારૂનો જથ્થો
ઝડપ્યો હતો અને 5400 લિટર દેશી દારૂ બનાવવાનો વોશનો નાશ કરવામાં આવ્યો હતો

સ્ટેટ મોનિટરિંગ સેલ કડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગામે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે બાતમીની ખરાઈ કરીને સ્ટાફે કડી તાલુકાના વિડજ ગામે આવેલ પુણ્ય તલાવડીના કિનારે કોર્નર કરીને રેડ કરતા દેશી દારૃની ભઠ્ઠીઓ તેમજ અડ્ડાઓ ધમધમી રહ્યાં હતાં સ્ટાફે દેશી દારૂ નો જથ્થો સ્થળ ઉપરથી ઝડપી પાડ્યો હતો તેમજ સ્થળ ઉપરથી ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયાં હતા
— 2 લાખ 91 હજાર સાત સો વીસ નો મુદ્દામાલ કબજે કરાયો :
કડી તાલુકાના વિડજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સી. એન પરમાર સહિતના સ્ટાફે રેડ કરીને દેશી દારૂનો જથ્થો તેમજ 3 આરોપીઓની અટક કરી હતી વિરજ ગામે આવેલ પુણ્ય તલાવડીના કિનારે દેશી દારૃના અડ્ડા ધમધમી રહ્યાં હતાં તો શું કડી પોલીસને ખબર નથી તે મોટો પ્રશ્ન છે સ્ટેટ મોનિટરિંગ સેલે વિડજ ગામેથી 691 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ 5400 લિટર દેશી દારૂ બનાવવાનો વોશ નો નાશ કરવામાં આવ્યો હતો કાપે સ્થળપરથી બાઈક, રિક્ષા અને એક્ટિવા નો પણ કબજો મેળવ્યો હતો એમ કુલ ₹.2,91,720નો મુદ્દામાલ કબ્જે કરીને 3 ઈસમોની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
— ઝડપાયેલ ઈસમો :- (1) સુનીલ દિવાનજી ઠાકોર રહે.વિડજ (2) નયન નરેશભાઈ ગુપ્તા રહે. અમદાવાદ (3) દિનેશ શંકરભાઈ કાલસવા રહે.વિડજ મૂળ રાજસ્થાન
— ફરાર ઈસમો :- (1) જશુભાઈ દિવાનજી ઠાકોર રહે.વિડજ (2) કનુજી ઠાકોર રહે.ભિયણ (3) મોતીલાલ કાલીલાલ કટારા રહે વિડજ મૂળ રાજસ્થાન (4) નંદુભાઈ રહે.અમદાવાદ
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી