વલસાડ એલસીબી પીઆઇ તથા વાપી પીઆઇ તથા ટીમે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો
મામાએ ભાણાની હત્યા કરી વાપી જીઆઇડીસીના ઝાળી ઝાંખડાવાળા નિર્જન વિસ્તારમાં ફેંકી દીધી હતી
હત્યારા મામાએ તેની પત્ની સાથે ભાણાને આડા સંબંધનો વહેમ રાખી નશો કરાવી માથામાં બોથડ પદાર્થ ફટાકારી હત્યા નિપજાવી હતી
ગરવી તાકાત, વાપી તા. 05 – (Sohan Thakor) – ગત રોજ તા. 04-05-2024ના રોજ વાપી પોલીસ સ્ટેશનની હદમાં આવતી વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી એક અજાણ્યા પુરૂષની અર્ધ બળેલી હાલતમાં લાશ મળી હતી. જે હત્યાનો ભેદ વલસાડ પીઆઇની ટીમ તથા વાપી પીઆઇની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યાના આરોપીને દબોચી લઇ જેલમાં ધકેલ્યોં હતો.
ગત રોજ 04-05-2024ના રોજ વાપી જીઆઇજીસી દમણગંગા પાઇપ એન્ડ સ્ટીલની બાજુમાં આવેલ ઝાડી ઝાખરાવાળી જગ્યા પર એક અજાણ્યા 20થી 25 વર્ષના યુવકની અર્ધ બળેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેની ફરિયાદ ગોપાલભાઇ નાનજીભાઇ કાછડીયાએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ હત્યાના ગુનાનો ભે્દ ઉકેલવા વલસાડ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ તથા વાપી પીઆઇ એમ.પી.પટેલ તથા ટીમના એલસીબી પીએસઆઇ જે.એન.સોલંકી, પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ જે.જી.વસાવા, એએસઆઇ રાકેશ, નરેન્દ્રસિંહ, અલ્લારખુ, એહેકો. ગુરજીભાઇ, અપોકો. રજમીકાંત, કનકસિંહ, સંજય ચૌહાણ, રાજુભાઇ સોલંકી, વાપી પોલીસ સ્ટેશનના અપોકો. હારીશ ખાન, પ્રફુલ, પોકો કુલદીપસિંહ સહિતની ટીમે હત્યાનો ભેદ ઉકેલવા બાગડોળ સંભાળી હતી.
જે દરમિયાન હત્યાના બનાવવાળી જગ્યાના સીસીટીવી કુટેજ મેળવ્યા હતા જેમાં ટેકનીકલ એનાલીસીસ આધારે વર્ક આઉટ કરી આ હત્યાના ગુનામાં સુરેન રામદેવસીંગ રહે. વાપી, કોળીવાડનો સંડોવાયેલ હોવાની બાતમી મળી હતી જે શકમંદ ઇસમને ભડકમોરા ચાર રસ્તા તા. વાપી તથા સુનિલભાઇની ચાલી મુન્ના રાશનવાળાની સામે કોળીવાડ વાપી રહે. ગામ કોરેઠા પોસ્ટ બિકમ જી. પટના બિહારવાળાને દબોચી લઇ સઘન પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, હત્યા કરાયેલ નિતેષ સુરેશસિં રહે. ભડકમોરા, તા. વાપીવાળો હત્યારાનો સગો ભાણેજ થતો હોય જેની સામે હત્યારાની પત્ની એટલે કે મામી સાથે આડા સંબંંધો હોવાની વહેમ રાખી ભાણાને દારૂ પીવડાવી તેને ઝાડી ઝાંખરાવાળી જગ્યા પર લઇ જઇ તેના માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી તેની ઓળખ છતી ન થાય તે માટે સુકુ ઘાસ નાખી લાશને સળગાવવાની કોશિશ કરી હોવાની કબુલાત કરતાં હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી સફળ કામગીરી કરી હતી.