મહેસાણા એલસીબીની ટીમે મગરોડા ગામેથી વિદેશી શરાબ સહિત 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રાજસ્થાનના જાંબુડી ઠેકા પરથી લાવેલા વિદેશી દારુ સાથે શખ્સને એલસીબીની ટીમે ઝડપી લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 04 – મહેસાણા જિલ્લામાં વિદેશી શરાબની હેરાફેરી કરનાર તત્વો પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાજનજર રાખી રહી છે જેને પગલે રોજબરોજ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે જેમાં મહેસાણા એલસીબીની ટીમે મગરોડા ગામમાંથી ઇકો કારમાંથી પસાર થતાં વિદેશી શરાબના જથ્થા એક શખ્સને ઝડપી કુલ રુપિયા 3.94 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવનાં નેતૃત્વમાં મહેસાણા એલસીબીનો સ્ટાફના પીએસઆઇ એમ.ડી.ડાભી, હે.કો. રશમેન્દ્રસિંહ, રમેશભાઇ, અલ્પેશભાઇ, લાલાજી, જયસિંહ સહિતનો સ્ટાફ એલસીબી ઓફિસે હાજર હતો તે દરમિયાન રશ્મેન્દ્રસિંહ, જયસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, રાજસ્થાનથી દારૂ ભરીને રાત્રી દરમિયાન GJ02DJ8026 નંબરની ઇકો કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને ઠાકોર અનિલજી ઉર્ફે અનિયો વિસનગર મગરોડા થઈ ઉદલપુર તરફ જવાનો છે. બાતમી આધારે ટીમે મગરોડા ગામે ગેટ પાસે વોચ ગોઠવી વાહન ચેકિંગ કરતા હતાં. એ દરમિયાન ઇકો કાર આવતા પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ઇકો ચાલક કાર ભગાડી મૂકતાં એલસીબી ટીમે ગાડીઓ આડી કરી દારૂ ભરેલ ઇકો કાર સાથે શક્સને ઝડપી પાડ્યોં હતો.
ત્યારબાદ ઇકો કારમાં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી. જેમાં પોલીસે ગાડી સહિત કુલ 3 લાખ 94 હજાર 900નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સના જણાવ્યા પ્રમાણે શ્રવણસિંહ બિશ્નોઈ અને પિન્ટુ સિંહ સોલકીએ જાબુડી ઠેકા પરથી વિદેશી દારૂ ભરી આપ્યો હતો.અને આ દારૂ વડ્સમાં ખાતે રહેતા ગોહીલ રાજેન્દ્રસિંહ બીખાજીને આપવાનો હતો. મહેસાણા LCBએ દારૂની હેરાફેરી મામલે અનિલ ઉર્ફ અનિયો રહે,પઢારિયા, શ્રવણ સિંહ બીસનોઈ,(જોધપુર), પિન્ટુ સિંહ સોલંકી (રહે,ડીસા),રાજેન્દ્રસિંહ વિહોલ(રહે,વડ્સમાં) વાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.