મહેસાણા તાલુકાની પુનાસણ અનુપમ પ્રાથમિક શાળામાં 76′ માં પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં રેલી નું પ્રસ્થાન કરીને “ભારત માતાકી જય” જુસ્સો વધાર્યો હતો. “દીકરીને સલામ, દેશ કે નામ” અંતર્ગત તેજસ્વી દીકરી દ્વારા મહેમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બાલવાટિકા થી લઈ ધોરણ ૮ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, દેશભક્તિ ગીત, રાસ,ગરબો, સોશિયલ મીડિયા જાગૃતિ નાટક, બેટી બચાવો થીમ, પિરામિડ – સ્ટન્ટ દ્વારા સુંદર મજાના માહિતી સભર અને મનોરંજક કાર્યક્રમો યોજાયા હતા. વર્ષ દરમિયાન શાળાને મદદરૂપ થનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. “બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત વર્ષ દરમિયાન દીકરી જન્મેલ ધાત્રી માતાઓનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ગામના વડીલો, યુવાનો, માતાઓ બહેનોએ મોટા પ્રમાણમાં હાજર રહી વિદ્યાર્થીઓ અને શાળાનો ઉત્સાહ વધાર્યો હતો. ગ્રામજનોએ દાન આપી શાળામાં શ્રદ્ધા પ્રગટ કરી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


