બિહાર-પ.બંગાળમાં હિંસામાં બોમ્બ ફેકાયા, ઠેર ઠેર આગજની
રામનવમી શોભાયાત્રા પર હુમલા બાદની અશાંતિની આગ હજુ પણ યથાવત
નાલંદા અને સાસારામમાં ઈન્ટરનેટ સેવા પણ સતત બંધ
તો બીજી તરફ પ.બંગાળના હાવડા બાદ હવે હુગલીમાં પણ હિંસા અને આગજનીની ઘટના બની છે તથા તેઓ ભાજપના સ્થાનિક ધારાસભ્ય પણ ઈજાગ્રસ્ત બની છે. બન્ને રાજયમાં આ હિંસાના પગલે રાજકારણ પણ શરૂ થયું છે અને ભાજપે વિપક્ષ શાસનના રાજયોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના આરોપ મુકયા હતા. બિહારના સાસારામમાં કોઈએ એક મકાનની દિવાલ પર દેશી બોમ્બ ફેકયો. જબરો વિસ્ફોટ સર્જતા માહોલમાં ફરી તનાવ સર્જાયો હતો. હજુ શનિવારે પણ અહી એક ઓછો શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થતા છ લોકો ઘાયલ થયા હતા.
નાલંદામાં હિંસા ફેલાવવા બદલ 120 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતીશકુમારે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. પ.બંગાળમાં રાજયપાલ સી.વી.આનંદબોસે રાજયમાં હિંસા છેડનાર ગુંડાઓને પુરી સખ્તાઈથી કચડી નાખવાની અને તેઓ આગ સાથે રમી રહ્યા છે તે અફસોસ થશે તેવી ચેતવણી આપી હતી. પ.બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હિંસા ને ડામી દેવા વધુ અર્ધલશ્કરીદળોની ટુકડી ઉતારવાના આદેશ આપ્યા છે.