ગરવી તાકાત સિદ્ધપુર : ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર દ્વારા અષાઢી અગિયારસના દિવસે ગુજરાત (ઉત્તર) ના ઉપપ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા ની અધ્યક્ષતામાં ગૌમાતા પૂજન તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ સિદ્ધપુર પાંજરાપોળ ગૌશાળા ખાતે કરવામાં આવ્યો.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમજ ૭૫ ગૌમાતાનું પૂજન તેમજ ખાણદાન કરવામાં આવ્યું, સાથે સાથે સંસ્થાના ૭૫ સભ્ય દ્વારા વૃક્ષોની દત્તક લઈ બે વર્ષ સુધી વૃક્ષારોપણ કરેલા વૃક્ષોનું જતન કરવાની જવાબદારી પણ સ્વીકારવામાં આવી.
— કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિધ્ધપુર વિસ્તારના ભાઈઓ તેમજ બહેનો હાજર રહેલા :
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉર્વેશભાઈ પંડ્યા ઉપરાંત કલ્પેશભાઈ પંડ્યા, સુનિલભાઈ પરીખ, પ્રકાશભાઈ સ્વામી, સંજય શેઠ, ડો. દિનેશભાઈ પટેલ, રણજીતભાઈ ચૌહાણ, પ્રજ્ઞેશભાઈ જાની, અજયભાઈ શેઠ, ગૌરાંગ શુક્લા, કો પટેલ, મનીષાબેન પરીખ, પૂજાબેન શુક્લ, હેતલબેન ભટ્ટ, કનુભાઈ પટેલ, ઉમેશ મોઢ વિગેરે સદસ્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે હાજર રહેલ સૌઉ લોકોએ વનભોજનની મજા માણી તેમજ માં ભારતીનું વંદે માતરમ નું ગાન કરી અને છુટા પડ્યા હતા.
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર