કડી શહેરમાં ભારે વરસાદ ના પગલે બંબાગેટ પાસે વાલ્મીકિ વાસમાં છત પડતાં આશાસ્પદ યુવાન નું મોત

July 26, 2022

— સૂઈ રહેલ યુવાન પર છત નું પ્લાસ્ટર પડતાં મોત :

— 24 વર્ષીય યુવાનના મોત થી પરીવારમાં ગમગીની :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં શાકમાર્કેટ પાસે આવેલ વાલ્મીકિ વાસમાં મંગળવાર ના રોજ કરુણ ઘટના ઘટી હતી.ઘરના ઉપરના માળે સૂઈ રહેલ 24 વર્ષીય આશાસ્પદ યુવાન ઉપર છતનુ પ્લાસ્ટર તુટી પડતાં યુવક મોત ને ભેટ્યો હતો.છતના કાટમાળ માં દબાઈ જવાથી યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
 કડી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.મેઘરાજા મન મૂકીને ને વરસી રહ્યા છે ત્યારે કડી શહેરમાં ભારે વરસાદ ના પગલે કરુણ ઘટના સામે આવી છે.કડી પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના શાકમાર્કેટ પાસે આવેલ વાલ્મીકિ વાસમાં છતનુ પ્લાસ્ટર તુટી પડતા સૂઈ રહેલ યુવાન કાટમાળ માં દબાઈ જવાથી મોત ને ભેટ્યો હતો.વાલ્મીકિ વાસમાં યુવાન પરીવાર સાથે ઘરના ઉપરના માળે સૂતો હતો.બાળકોને શાળાએ જવાનું હોય વહેલી સવારે બાળકો ઊઠીને નીચે ગયા હતા ત્યારે યુવાન નરેશભાઈ પરશોત્તમભાઈ વાઘેલા (વાલ્મીકિ) ઉ.24 વર્ષ એકલ સૂઈ રહ્યા હતા ત્યારે બીજા માળના ધાબા ની છતનુ પ્લાસ્ટર તુટી પડતાં કાટમાળ નીચે યુવાન દટાઈ જતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો.
પરીવાર ને જાણ થતાં પરીવાર યુવાનને કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા હાજર તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરીવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં ફેલાતા ચકચાર વ્યાપી ગઈ હતી.પરીવારમાં આશાસ્પદ યુવાન નું મૃત્યુ થતાં સમગ્ર પરીવાર શોકમગ્ન થઈ ગયો હતો.કડી નગરપાલિકા અને મામલતદાર ને ઘટનાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પિતા નગરપાલિકાના  પૂર્વ કર્મચારી હોવાથી નગરપાલિકાના કર્મચારીઓ એ તેમને સાંત્વના આપી હતી.મૃતક યુવાને કડી કુંડાળ  ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0