ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર ચાર આરોપીના જામીન ના મંજુર 

May 1, 2024

વિસનગર સેશન્સ કોર્ટમાં પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીએ જામીન માંગ્યા હતા 

મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની ધારાદાર દલીલોને ધ્યાનમાં લેતા વિસનગર સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ શ્રી રામની શોભાયાત્રા રંગેચંગે નીકળી હતી. જેમાં ખેરાલુ ખાતે પણ શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યોં હતો. જે ઘટનામાં 100થી વધુ સામે ગુનો નોંધાયો તથા 25 સામે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓએ વિસનગર સેશન્સ કોર્ટમાં જામીન મુક્યા હતા જે જામીન સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લેતા ચારેય આરોપીઓની જામીન અરજી ના મંજુર કરાઇ હતી.

22મી તારીખે અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈ દેશભરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુંમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારા 100 ઉપરાંત આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં રપ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

જે બાદ રથયાત્રામાં પથ્થરમારામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલવામાં આવ્યાં હતા. ત્યારે આ કેસમાં સંડોવાયેલા બહેલીમ આબીદ હુસેન,બહેલીમ શાહરુખખામ,બહેલીમ વજીરમીયા,બહેલીમ મહંમદહુસેન નામના 4 આરોપીએ વિસનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે જામીન અરજી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની ધારાદાર દલીલોને ધ્યાનમાં લેતા વિસનગર સેશન્સ કોર્ટે આ ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા જામીન ના મંજુર કરવામાં આવ્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0