બ્રીજ પર છકડો રોંગ સાઇડ આવતાં તેને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યોં
ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
ગરવી તાકાત, બનાસકાંઠા, તા. 01 – બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, દર થોડા દિવસે બનસાકાંઠામાંથી અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં ડીસાના ભીલડી નજીક ઓવરબ્રિજ પર એક્સિડેન્ટ થયો છે. રોંગ સાઈડમાં આવતા છકડાને બચાવવા જતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અક્માત સર્જાયો હતો.
અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જણાવી દઈએ કે, ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો છે. આ બનાવની વિગતો જોઈએ તો, ડીસાના ભીલડી નજીક ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો. રાજસ્થાનના ઉદેપુરથી ટાયર ભરીને કચ્છના મુન્દ્રા તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. ટ્રેલર ચાલકે રોંગ સાઈડમાં આવતા છકડાને બચાવવા જતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.