— ટ્રક એરંડા ભરીને વિસનગર જતી હતી :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના નાની કડી થી સુજાતપુરા જતી નર્મદા કેનાલ પર એરંડા ભરેલી ટ્રક પલ્ટી રાત્રે 12 વાગ્યે પલટી ખાઈ ગઈ
હતી ટ્રક પલ્ટી ખાઇ જતા ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી કડી તાલુકાના નાની કડીથી સુજાતપુરા નર્મદા કેનાલ ઉપર ખાઇમાં એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી.

વિસનગરથી એરંડા ભરીને મેડા આદરજ પાસે આવેલ અદાણી કંપનીમાં ખાલી કરવા ગઈ હતી પરંતુ ત્યાં આગળ માલ રિજેક્ટ થતાં પરત રાત્રિના સમયે વિસનગર જતા નાની કડી થી સુજાતપુરા રોડ પરની નર્મદા કેનાલની ખાઇમા ટ્રક નં GJ 01 D
Y 4145 (રાઉમા ટ્રાન્સપોર્ટ કડી)પલ્ટી ખાઈ ગઈ હતી ટ્રકની અંદર એરંડા ભરેલાં હતાં.

ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રકની અંદર ભરેલા એરંડા ખાઈની અંદર પડ્યાં હતાં અને રાત્રિના 12 વાગ્યાના અસરામાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી અને કડીમાં વરસાદ હોવાથી એરંડા પણ પલળી ગયાં હતાં જેથી માલિકને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.
જોકે ટ્રક પલ્ટી ખાઈ જતા લોકો ઉમટી પડયા હતા અને ટ્રક માલિકને જાણ કરાતા માલિક તુરંત જ સ્થળ ઉપર હાજર થઈ ગયાં હતાં અને ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી