મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં 2 શખ્સોએ 1 યુવાન પર હુમલો કરી છરીના ઘા ઝીંક્તા ઈજા

July 26, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલા ધોબીઘાટ વિસ્તારમાં જૂની અદાવતમાં ભર બપોરે છરી વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો. જેથી યુવકને ઈજા પહોંચી. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો. તેમજ હાલમાં પોલીસે 2 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી.

​​​​​​​મહેસાણા શહેરમાં ધોબીઘાટ વિસ્તારમાં આવેલા છાપરામાં રહેતો 20 વર્ષીય રામદેવ અમરતભાઈ ભાટ ગઈકાલે બપોરે જમ્યા બાદ પોતાના મિત્ર સાથે ઘર નજીક રોડ પર ઉભો હતો. એ દરમિયાન યુવકના મહોલ્લામાં રહેતો વિજય ઉર્ફ સંજય ચાવડા અને દિપક વાઘરી નામના ઇસમો યુવક પાસે આવી કહેવા લાગેલ કે ” તું કેમ મારી સામે જુવે છે” એમ કહી યુવકને ગાળાગાળી કરી. બાદમાં 2 વચ્ચે તકરાર થતા દિપક નામના ઇસમે યુવકને માર માર્યો.

ધોબીઘાટ વિસ્તારમાં આવેલા છાપરા વિસ્તારમાં યુવકને માર માર્યા બાદ આરોપી દિપકે ફરિયાદી યુવકને પકડી રાખ્યો અને અન્ય 1 આરોપી વિજય ઉર્ફ સંજય પોતાની પાસે રહેલી છરીથી યુવકના કમરમાં 3 ઘા મારી લોહીલુહાણ કરી દીધો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા ઘાયલ યુવકને બાઈક પર બેસાડી મહેસાણા સિવિલમાં સારવાર માટે મોકલી આપ્યો. ત્યારે હુમલો કરનાર આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. યુવકે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિજય ઉર્ફ સંજય ચાવડા,અને દિપક વાઘરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0