પાલનપુર તાલુકાના આકેસણ ગામે ખેતરમાં ઘાસચારો કાપતી યુવતીનું હાર્ટએટેકથી મોત

શેર કરવા અહીં ક્લિક કરો.
રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ હાર્ટએટેકના કિસ્સાઓ નવરાત્રીના તહેવાર દરમિયાન સામે આવ્યા હતા
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 28 – રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ હાર્ટએટેકના કિસ્સાઓ નવરાત્રીના તહેવાર દરમિયાન સામે આવ્યા હતા. જેમાં ગરબે રમતા રમતા અને કામ કરતા કરતા પણ લોકો ઢળી પડતાં હોય છે અને તરત જ મૃત્યુ પામતા હોય છે ત્યારે આજે પાલનપુર આકેસણ ગામની ૨૦ વર્ષીય યુવતીનું ખેતરમાં ઘાસચારો કાપતી વખતે અચાનક ઢળી પડતાં મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં થઈ રહેલ વધારાના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે દરરોજ બે-ચાર હાર્ટએટેકના કેસ સામે આવે તે હવે સામાન્ય બન્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓના આંકડા જોઈએ તો આ આંકડા પણ ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ત્યારે પાલનપુર તાલુકામાં વધુ એક યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પાલનપુર તાલુકાના આકેસણ ગામની ભૂમિકા મોર નામની ૨૦ વર્ષીય યુવતી ખેતરમાં ઘાસચારો કાપી રહી હતી. આ દરમિયાન અચાનક ઢળી પડી હતી. જેને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ૨૦ વર્ષીય યુવતીના અચાનક મોતને પગલે તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.