શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારાઅમદાવાદના વિજ્ઞાન ભવન,સાયન્સ સીટી ખાતે તારીખ 15-16-17 માર્ચ,2025ના રોજમેગા બ્રાહ્મણ બિઝનેશ સમિટ-4 નું ભવ્ય આયોજન
જે બ્રાહ્નણની સાથે, બ્રાહ્મણ તેની સાથે" ના સૂત્ર સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારાઅમદાવાદના વિજ્ઞાન ભવન,સાયન્સ સીટીની વિશાળ જગ્યા ખાતે તારીખ 15-16-17 માર્ચ,2025ના રોજમેગા બ્રાહ્મણ બિઝનેશ સમિટ-4 નું ભવ્ય આયોજન કરાયું છે.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) નામુખ્ય કન્વીનર ડો.યજ્ઞેશભાઈ દવે તથા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલે આ મેગા બ્રાહ્મણ બિઝનેશ સમિટ-4 વિશેમાહિતી આપતા જણાવ્યું હતું કે સફળતાપૂર્વક અગાઉ ત્રણ બિઝનેશ સમિટ કર્યા બાદ ચોથી મેગા બ્રાહ્મણ
બિઝનેશ સમિટનું આયોજન સાયન્સ સીટી ખાતે કરાયું છે જેમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 જેટલા જુદા-જુદાસ્ટોલો રાખવામાં આવશે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સમાજને લાભ મળે તે અંગેનુંમાર્ગદર્શન આ સમિટમાં આપવામાં આવશે, સાથે-સાથે પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા સમાજનાં નવા સાહસિકોનેમાર્ગદર્શન આપવાનું પણ આયોજન કરાયું છે.સમાજમાં વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશવિદેશમાં રોશન કરનાર બ્રહ્મ રત્નોનું આ સમિટમાં ભવ્ય સન્માન કરવામાં આવશે.વિશેષ રૂપે સમાજનાં આર્થિકઅને શૈક્ષણિક ઉત્થાન માટેની સમાજલક્ષી માહિતી મળી રહે એના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.આસમિટની શુભ શરૂઆત પૂજનીય સંતશ્રીઓ અને મહંતશ્રીઓના મંત્રોચ્ચાર સાથે કરવામા આવશે.ભગવાન શ્રીપરશુરામ દાદાની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં પ્રતિષ્ઠાનું લક્ષ્ય હશે.આ સમિટમાં રોજે-રોજસમાજનાં પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.શ્રી ડો.યજ્ઞેશભાઈ દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રાહ્મણ યુવક-યુવતીઓ માટે રોજગાર મેળવનાર માધ્યમથીવધુમાં વધુ તેમને રોજગાર મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે.નાનામાં નાના બિઝનેશમેનને ધંધો-રોજગાર કરવામાટેની મોટામાં મોટી તક આ સમિટમાં મળી રહેશે અને બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ સાથે આવિશેષ સમિટનું આયોજન કરાયું છે.