મહેસાણા તાલુકા પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, શોભાસણ ગામથી શિવાલા સર્કલ તરફ આવેલ રોડના છેડા ઉપર એક શખ્સ
ચાઈનીઝ દોરીના રીલ લઈને ઉભો છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે કોર્ડન કરી મુલસણ ગામના ઠાકોર શૈલેશજી નથાજીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસે રહેલા થેલામાંથી રૂ.9 હજારની કિંમતના ચાઈનીઝ દોરીના 15 રીલ કબજે કરી
કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા તાલુકા પોલીસ મથકની ટીમે મુલસણ ગામના યુવકને ચાઈનીઝ દોરીના 15 રીલ સાથે મહેસાણા હાઇવે
સ્થિત શિવાલા સર્કલ નજીકથી ઝડપી પાડ્યો હતો. રૂ.9000ની દોરી કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.