ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા શ્રી એમ.એમ.વી સાર્વજનિક કન્યા વિદ્યાલય માં શાળાની વિદ્યાર્થીઓ તથા એન.એસ.એસ.યુનિટ સાથે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. જેમાં વિદ્યાર્થીની બહેનોને ટ્રાફિક જાગૃતિ અંગે તેના નિયમો અને વાહન કેવી રીતે ચલાવવું તેમજ ટ્રાફિક ના નિયમોનું પાલન કરીને અકસ્માત ન થાય તેના માટે
મહેસાણા સીટી ટ્રાફિક પી.એસ.આઇ વી.પી.સોલંકી સાહેબ, તેમજ કોમ્પ્યુટર વિભાગના સંદીપભાઈ સમ્રાટ સાહેબે વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ અંગેના વીડિયો ના નિદર્શન દ્વારા જાગૃત કર્યા હતા.
શાળાના આચાર્યાશ્રી ઉષાબેન ચૌધરી, સુપરવાઇઝર વિનોદસિંહ વાઘેલા,એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસરો સુરેન્દ્રસિંહ પરમાર,કૌશિકભાઈ કામન, કેશુભાઈ ચૌધરી વગેરે શાળા તથા યુનિટ ની વિદ્યાર્થીનીઓ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તસવિર અને અહેવાલ : અંકુર ચૌધરી – મહેસાણા