ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના 1 ગામમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીને ધમકીઓ આપીને જંત્રાલના યુવાને અવારનવાર શારીરીક સંબંધો બાંધીને ગર્ભવતી બનાવી ચોંકાવનારી ઘટના સામે આવી. આ અંગે ભોગ બનનારે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી.
વિજાપુર તાલુકાના જંત્રાલમાં રહેતો યાજ્ઞાીક સુરેશભાઈ સોલંકીને છેલ્લા 7 માસ અગાઉ પંથકમાં આવેલા 1 ગામડામાં રહેતા પરિવારની ૧૫ વર્ષની અભ્યાસ કરતી સગીરા સાથે પરીચય થયો હતો. યુવક તેણી સગીરા હોવાનું જાણતો હોવા છતાં તેણીને ધમકીઓ આપીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણામે ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા સમગ્ર હકિકત બહાર આવી. છેવટે આ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપી યાજ્ઞાીક સોલંકી વીરૂધ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.