જુનાગઢ પૂર્વ કોર્પોરેટર અને દલિત સમાજના નેતા રાજુ સોલંકીને ગેટ લોસ્ટ કહી પોતાના ચેમ્બરમાંથી બહાર કાઢનાર પોતાને અઢારે પાદરાના ધણી સમજતા જૂનાગઢ મનપા કમિશ્નર રાકેશ તન્નાના વિરોધમાં જૂનાગઢ અનુસુચિત જાતિના લોકો જૂનાગઢ કાળવા ચોક ખાતાએ એક્ઠા થઈ રેલી યોજી મનપા કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. મનપા કમિશ્નર રાકેશ તન્ના વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આટલા દિવસ વિત્તવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં ન આવતા સમર્થકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. રેકડી ધારકોની રજૂઆત દરમિયાન કમિશ્નર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે થઇ હતી આ તું-તું, મેંમેંનું આજે ઉગ્ર આંદોલને સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતે મનપા કમિશ્નર વિરૂદ્ધ કોઈ પગલા ભરવામાં નહીં આવે તો અનુસુચિત જાતિ સમાજ હજુ પણ ઊગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.