બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક બાઈક સવારને એક ડાલાએ ટક્કર મારતા બાઈક ચાલકનુ ઘટના સ્થળે જ મોતી નીપજ્યુ હતુ. ડાલાનો ડ્રાઈવર બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તુંરત ભેગા થઈ ગયા હતા.
આ પણ વાંચો – અકસ્માતમાં 3 ના કરૂણ મોત, આઈસરવાળો એક્ટીવાને ટક્કર મારી ફરાર
મંગળવાર સવારના સમયે ધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જ્યા ઘટના સ્થળે જ અજાણ્યા બાઈક સવારનુ મોત નીપજ્યુ હતુ. બાઈક સવારને ડાલાએ ટક્કર મારી ત્યાથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને માથાના તથા શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘાયલને હોસ્પીટલ લઈ જતા પહેલા જ તે દમ તોડી ચુક્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુ થયેલ વ્યક્તિ ચાપડા ગામનો રામાભાઈ રબારી હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.