વડનગરમાં સાતસો સમાજની વાડી પાસે એક આઈસર અને એક્ટીવા વચ્ચે અકસ્માત થતા એક્ટીવા પર સવાર ત્રણે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તુરંત ભેગા થઈ ગયા હતા. પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટીવા પર સવાર ત્રણે યુવકોના શરીર લોહી લુહાણ થઈ જતા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.
શુક્રવાર બપોરના સમયે વિસનગરના ત્રણ યુવકો એક્ટીવા(નંબર GJ-02-CR-8919) ઉપર જઈ રહ્યા હતા ત્યારે વડનગરની સાતસો સમાજની વાડી પાસેના રસ્તા પર આઈસરવાળાએ અચાનક ટક્કર મારતા ગંભીર અકસ્માત થતા ત્રણેય યુવકોના સ્થળ ઉપર જ તરફડીને મોત થયા હતા. જ્યાર બાદ લાશોને ટ્રેક્ટર દ્વારા વડનગર સીવીલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં મોત થનાર યુવકોના નામ (1) લાલાભાઈ અમરતભાઈ રાવળ (2) ઠાકોર વસંતજી જહાજી (3)ઠાકોર સત્યમ છનાજી જાણવા મળેલ છે.
એક્ટીવા(નંબર GJ-02-CR-8919) પર સવાર ત્રણે યુવકોનુ મોત નીપજાવી આઈસરનો ચાલક તેનુ વાહન સાઈડમાં રાખી ભાગી ગયો હતો. જે આઈસર વાહનનો નંબર GJ-05-BV-8015 છે.
આમ વડનગર પોલીસે રસ્તા પર લોકોનુ જીવન જોખમાય એવી રીતે ડ્રાઈવીંગ કરી ત્રણ યુવકોના મોત નીપજાવી ભાગી જનાર આઈસરના ડ્રાઈવર વિરૂધ્ધ 279,304અ,337,338 મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.