બીહાર ઈલેક્શન ની તારીખો આવ્યા પહેલા તથાકથીત રાજનીતીક પંડીતો એનડીએ ને એકતરફી જીતાડી રહ્યા હતા. પરંતુ જેમ જેમ વોટીંગની તારીખો નજીક આવી રહી છે એમ એમ એ પંડીતોની જીભ તોતડાઈ રહી છે. બીહાર વિધાનસભાના પ્રતીપક્ષ નેતા તેજસ્વી યાદવની રેલીઓમાં ઉમડી પડતી ભીડને જોઈ, સમગ્ર એનડીએ જાણે ભોચક્કા થઈ ગઈ હોઈ એમ ઉલજુલુલ સ્ટેટમેન્ટ અને વાયદાઓ કરી રહી છે. આ વાયદામાં એક વિવાદાસ્પદ વાયદો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ બીહાર અને સમગ્ર ભારતની જનતા સાથે મોતનો સોદો કરી રહી હોય એમ બીહારની જનતા માટે કોરોનાની દવા ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે.
ભાજપ દ્વારા આ બીહાર ઈલેક્શનમાં આ વાયદો કરવાથી દેશના અન્ય રાજ્યો પણ આની અસર જોવા મળી રહી છે. અને ભાજપના આ વાયદાને મોતના સોદા સાથે જોડવામાં આવી રહ્યો છે. કેમ કે મહારાષ્ટ્ર,તમીલનાડુ, દીલ્લી, ગુજરાત, પંજાપ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના કોરાના દર્દીઓને ભાજપ સરકાર શુ મરવા માટે છોડી દેશે એવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે મીડીયા અને સોશીયલ મીડીયામાં હોબાળો થવા પામ્યો છે. જેમાં બીહાર સીવાયના અન્ય રાજ્યના સામાજીક કાર્યકર્તાઓએ ભાજપ ઉપર સરકારી મશીનીરોનો દુરઉપયોગ કરવાના આરોપ લગાવી રહ્યા છે. આ કોરોના મહામારીમાં જીંદગીની કેવી રીતે બચાવવી એના પ્રયાસો વિશ્વભરમાં થઈ રહ્યા છે તથા વેક્સીશ શૌધાઈ ગયા બાદ તેના ફેર ડીસ્ટ્રીબ્યુશન અંગેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જેમાં ગરીબ દેશો અને ગરીબ લોકો સુધી આ વેક્સન કોઈ ભેદભાવ વગર વિતરણ કરવામાં આવે એ પોલીસી અંગે ચીંતન મનન થઈ રહ્યુ છે. ત્યારે બીજેપીના નેતા અને ફાઈનાન્સ મીનીસ્ટરે માત્ર બીહારની જનતાને ફ્રી વેક્સીનનો વાયદો કરી તેમની દેશના અન્ય રાજ્યોના દર્દીઓ પ્રત્યે અસવેંદનશીલતા સામે લાવ્યા હતા. અગાઉ પણ ભાજપ દ્વારા ચુંટણી સમયે આવા વાયદાઓ કરવામાં આવેલા છે. જેમાં તેઓ રાજ્યની જનતાને ખરીદવાનો સોદો કરતા હોય એવુ સ્પષ્ટ માલુમ થયુ હતુ. જે વાયદાઓનુ પુનરાવર્તન અપ્રસ્તુત છે.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
આમ ભાજપ દ્વારા આ કરેલા આ વાયદા અંગે સાકેત ગોખલે નામના સામાજીક કાર્યકર્તાએ ઈલેક્શ કમીશનને પત્ર લખી ભાજપ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે કોરોના વેક્સીનની દવા હજુ શોધાઈ નથી અને તેના વિતરણની પણ કોઈ પોલીશી ભારત સરકાર દ્વારા બની નથી છતા પણ ભાજપવાળા કેવી રીતે બીહાર ઈલેક્શનમાં એના વિતરણ ની લાલચ આપી શકે? કોરોના વાઈરસની અસર બધા રાજ્યોમાં એક સમાન છે તો એની દવાનુ મહત્વ બીહાર જેમ અન્ય રાજ્યો માટે પણ એટલુ જ છે. આર્ટીકલ 14 મુજબ ભારતના દરેક નાગરીકને દવા એક સમાન મળવી જોઈયે. પરંતુ નિર્મલા સીતારમણ ફી વેક્સીનનો દાવો કરી બીહાર અને દેશની જનતાને ગેરમાર્ગે જ નથી દોરી રહ્યા પરંતુ સત્તાનો પણ દુરઉપયોગ કરી રહ્યા છે.
ભાજપ દ્વારા આ વિવાદીત વાયદો કરવામાં આવતા આરજેડી ના રાજ્યસભાના સાંસદ અને ડી.યુ. ના પ્રોફેસર મનોજ કુમાર ઝા એ ભાજપ ઉપર હુમલો કરતા જણાવ્યુ હતુ કે આ વિશ્વની સૌથી મોટી પાર્ટી સવેંદનશુન્યતાની પરાકાષ્ટાએ પહોંચી ગઈ છે. જે વૈશ્વીક મહામારીની વેક્સીનને ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરી રહી છે. કોને ખબર આમના સલાહકાર કોણ છે આપણે અગાઉ ક્યારેય નથી સાંભળ્યુ. આપણો દેશ લોક કલ્યાણ કારી સ્ટેટ રહ્યો છે એમા જીંદગીઓ ની સોદાબાજી ભાજપ કરી રહ્યો છે. હજુ પણ ભાજપ કેટલા નીચા સ્તરે ઉતરી રાજનીતી કરશે? મનોજ ઝા એ એમ પણ ઉમેર્યુ હતુ કે ભાજપના આ નિર્ણયને બીજા રાજ્યો વાળા કેવી રીતે દેખશે એમને શુ ગુનો કર્યો છે? માટે હવે ભાજપે તેમનુ આ સ્ટેમેન્ટ પાછુ લેવુ જોઈયે અને માફી માગંવી જોઈયે કેમ કે હવે તેમની સરકાર બીહારમાં નથી બની રહી.
#BiharElections2020 : #BJP के मेनिफेस्टो पर #RJD नेता @manojkjhadu ने दिया ये जवाब@UtkarshSingh_ के साथ pic.twitter.com/pfHx7enYVz
— Bihar Tak (@BiharTakChannel) October 23, 2020
ભાજપ દ્વારા બીહાર ઈલેક્શનમાં કરેલા ફ્રી કોરોના વેક્સીન ના વાયદાને ધ્યાનમાં રાખી તમીલનાડુ ના સીએમ પલાનીસ્વામીએ પણ તેમના રાજ્યમાં ફ્રી વેક્સીનનો વાયદો કરી દીધો હતો. બાદમાં મધ્ય પ્રદેશના સીએમ શીવરાજ ચૌહાણે પણ ટ્વીટ કરી માહીતી આપી હતી તે વેક્સીન શોધાઈ ગયા બાદ રાજ્યમાં ફ્રી વેક્સીન મળશે.