રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરs નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા 14 જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ રાજયની વિવિધ જેલોમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-1985 હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલ તત્વોમાં ફફડાટ વ્યાપો છે.
આ પણ વાંચો – fact check : નીતીન પટેલ,ભરતજી ઠાકોર,શંકર ચૌધરીએ શોક વ્યક્ત કરતા ફેલાવી ખોટી માહીતી ?
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટોની બેઠકમાં અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટે તમામ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટોને સુચના આપી છે.