ગઈકાલ મહેસાણાના પાંચોટ બસસ્ટેન્ડ પાસે આવેલ તળાવમાં એક કાર ખાબકતા ત્રણ વ્યક્તિઓના પાણીમાં ગુંગળાઈને મોત નીપજ્યા હતા. આ હાદસામાં કરૂણ મોત થતા સમગ્ર રાજ્યએ ઘટનાની નોંધ લીધી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓ વ્યવસાયથી શાળાના શીક્ષકો હતા. એક જ રૂટ ઉપર અપડાઉન કરતા હોવાથી ત્રણે દરરોજની માફક કારમાં બેસી શાળાએ જઈ રહ્યા હતા ત્યારે પાંચોટ બસસ્ટેન્ડની પાસે આવેલ તળાવ આગળ કુતરાનો બચાવ કરવા જતા કારનુ સંતુલન ના જળવાતા કાર તળાવમાં ખાબકી હતી. તળાવમાં ખાબકતા એક્સીડેન્ટલી દરવાજા પણ જામ થઈ ગયા હતા જેથી વાહનમાં બેસેલા કોઈ વ્યક્તિ બહાર પણ નીકળી ના શક્યા.જેથી વાહનમાં પાણી ભરાઈ જતા ગુંગળાઈને ત્રણેનુ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારમાં 2 પુરૂષ અને 1 મહિલા શીક્ષક હતા જેમનુ નામ શ્રીમાળી આનંદ પ્રવીણભાઈ, ચૌધરી વિપુલ બાબુભાઈ તથા ચૌહાણ સ્મીતાબેન શ્યામસુંદર હતુ.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
આ ગમખ્વાર દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં ગમનો માહોલ પ્રસરી ગયો હતો. જેની નોંધ રાજકીય નેતાઓએ પણ લઈ શ્રધ્ધાજંલી પાઠવી હતી. આ દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કરનારમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહીતના નેતાઓ સામેલ હતા. પરંતુ આ નેતાઓએ શોક વ્યક્ત કરતા જે નામોનો ઉલ્લેખ કર્યો હતો એ નામો ખોટા હોવાનુ સામે આવ્યુ હતુ.
નીતીન પટેલે આ દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કરતા સ્મીતાબેન ચૌહાણની જગ્યાએ સ્મીતાબેન જનસારી તથા શ્રીમાળી આનંદભાઈની જગ્યાએ આનંદભાઈ પરમારનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ ટ્વીટને 280 લોકોએ રીટ્વીટ કર્યુ હતુ, તથા 1 હજારથી વધુ લોકોએ પસંદ કર્યુ હતુ. આ સીવાય તેમની આ પોસ્ટને તેમના જ ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં અત્યારે જ્યારે આ ખબર લખાઈ રહી છે ત્યા સુંધી 6300 લોકોએ પંસદ કરી હતી, તથા 95 લોકોએ શેર કરી હતી. જેથી તેમના કરાયેલ આ પોસ્ટથી અનેક લોકો મૃત્યુ પામેલા વ્યક્તિના નામોને લઈ ખોટી રીતે માહીતગાર થયા હતા.
બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના ખોટા નામનો ઉલ્લેખ કરી પોતાની ફેસબુક પોસ્ટ કરી હતી. તેમની આ પોસ્ટને અત્યાર સુધી 87 લોકોએ પસંદ કર્યુ છે. ગુજરાત રાજ્યના ભુતપુર્વ મંત્રી તથા બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કરી તેમની ફેસબુક પોસ્ટમાં ખોટા નામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમની આ ફેસબુક પોસ્ટને 3800 થી વધુ લોકોએ પસંદ કરી 52 જણાએ શેર પણ કરી હતી.
હાલ મીડીયા જગત ઉપર ફેક ઈર્ન્ફમેશન ફેલાવતુ રોકવા દબાણ વધી રહ્યુ છે. ત્યારે આવા સોશીયલ મીડીયા સાઈટ્સ ઉપર પ્રતીષ્ઠીત લોકો દ્વારા જાણતા/અજાણતા કરાયેલ પોસ્ટને વેરીફાઈડ કરવુ ઘણુ આવશ્યક બની ગયુ છે. આ દુર્ઘટના સંબધીત એફ.આઈ.આર. જોતા અમને મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના નામ,નેતાઓની શોક વ્યક્ત કરતી પોસ્ટ કરતા અલગ મળી આવેલ. જેમાં ફેક્ચુઅલ માહીતી ખોટી હોવાનુ સામે આવ્યુ હતુ. સોસીયલ મીડીયામાં ખોટી માહીતી ફેલાવવા બદલ ઘણા દેશોમાં “એન્ટી ફેક ન્યુઝ લો” બનાવવામાં આવ્યા છે. જેમાં ફ્રાન્સ,રશીયા,મલેશીયા,જર્મની,ઓસ્ટ્રેલીયા,ચીન,સીંગાપોર,યુરોપીયન યુનીયન જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં પણ આઈ.ટી.એક્ટ મોજુદ છે પરંતુ પોલીસને એના વિષે ઓછી જાણકારી હોવાથી મોટા ભાગે ક્રાઈમને આઈ.પી.સી. અંતર્ગત નોંધવામાં આવે છે.ભારતમાં પોલીસ સીવાય સામાન્ય જનતાને પણ આઈ.ટી.એક્ટ વિષે ઓછી જાણકારી હોવાથી તેઓ ધડા-ધડ લાઈક,શેર અને કોમેન્ટ કરી ખોટી માહીતીને આગળ ધપાવવાનુ કામ જાણતા/અજાણતા કરતા હોય છે.