પાટણ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એ.બી.ભટ્ટ તેમજ સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમીના આધારે બાઈક ચોરીનો રીઢો ગુનેગાર એવો ગૌસ્વામી કમલેશપુરી અંબાપુરી રહે-બાસ્પા હનુમાન શેરીવાળો અચાનક તેમની ઝપટે ચડ્યો હતો. પૂછપરછ કરતાં જિલ્લામાંથી સાત વાહનોની ચોરીની કબુલાત કરતાં પોલીસે સાત વાહનો કબ્જે લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે આ રીઢો વાહણચોર ડુપ્લીકેટ ચાવી વડે બાઈક કે એક્ટિવાનું લોક ખોલી તેને ચાલુ કરી ચોરી કરતો હતો.એલસીબીએ બાતમી આધારે રીઢા બાઈક ચોરને ઝડપી લેતાં કુલ સાત ગુનાઓનો ભેદ ખુલ્યો છે. પોલીસે સાત વાહનો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે