યજમાનો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરવામાં આવશેચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે શિલાપૂજન સમારોહઉત્તર ગુજરાતની ધરતી પર નિર્માણ પામશે મા ખોડલનું ધામ
સંડેર, પાટણઃ 21 જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ..આગામી તારીખ 21 જાન્યુઆરી, 2025ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 8વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વધુ એક
ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે. 21 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર
ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજન સમારોહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રી ખોડલધામ ઉત્તરગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંકુલનો ભવ્યાતિભવ્ય શિલાપૂજન સમારોહ યોજાશે. 21જાન્યુઆરી ને મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની
અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરવામાં આવશે.
હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી
શાસ્ત્રી મહેતા પ્રદ્યુમ્ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્વારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવશે. શિલાપૂજન વિધિમાંઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી,આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેથી તેઓ આજીવન
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે.આ શિલાપૂજન સમારોહમાં ઠેર-ઠેરથી ભાવિકો પધારશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. શિલાપૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સંગઠન ટીમ,યજમાનશ્રીઓ, તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા મા ખોડલનો રથનું 28 દિવસ પરિભ્રમણશ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા માટે મા ખોડલનોરથ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફર્યો હતો.
તારીખ 15 ડિસેમ્બરના રોજ
અરવલ્લી જિલ્લાના ભુડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારંભ થયો હતો અને 12જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું. આમ કુલ 28 દિવસમાં માખોડલનો રથ 250થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં 3 હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો. ગામડે ગામડે અને સોસાયટી સોસાયટીમાં મા ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી. સાથે જ દરેક ગામમાંથીએક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) સંકુલના નિર્માણકાર્યમાં કરવામાં આવશે.