સાબરકાંઠા… અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજે દેવ ચકલી ઉડાડી ઉતરાયણ પર્વ ઉજ્વ્યો…

January 15, 2025
ઢોલ નગારા સાથે દેવીને પકડી પૂજન અર્ચન બાદ આકાશમાં ઉડાડવામાં આવી…
સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત તેમજ ભારત વર્ષમાં ઉતરાયણ એટલે દોરી પતંગની ડીજેના તાલ થકી આનંદ અને ઉલ્લાસનો સંગમ જોકે આજે પણ આદિવાસી સમાજ માટે ઉત્તરાયણ નો દિવસે એટલે આગામી વર્ષ ના વર્તારો જોવાનો દિવસ આજના દિવસે દેવચકલી ને ઘી ગોળ તેમજ તલ ખવડાવી તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે જોવાનું નક્કી કરાય છે ઉતરાયણના દિવસથી આગામી ઉત્તરાયણ સુધીનું વર્ષ કેવું રહેશે
તે આજના દિવસે આદિવાસી સમાજ નક્કી કરતો હોય છે. સાબરકાંઠાના ઈડરના આદિવાસી સમાજ દ્વારા ઉતરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે
તેમજ સવારે ગામના યુવાનો એકઠા થાય છે તેઓ દેવ ચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી ગોળ તેમજ તલ ખવડાવે છે ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરે છે
સાથોસાથ સમગ્ર સમાજના લોકો દેવ ચકલી ઉડે છે તેની પાછળ ચાલે છે તેમજ દેવ ચકલી કયા ઝાડ ઉપર બેસે છે
તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે જોકે આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે તેમજ આજની તારીખે પણ યથાવત રહી છે આજના કળિયુગમાં પણ વડવાઓ થી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી સમુદાય મકરસંક્રાંતિ પર્વના દિવસે દેવી નો પર્વ મનાવે છે મહત્વની બાબત એ છે કે નાના બાળકોથી લઈને મોટા વડીલો તેમજ મહિલાઓ પણ આ પર્વમાં ભાગીદાર બનતી હોય છે
અને દેવી તરીકે ઓળખાતી દેવચકલીને પકડીને તેને પૂજા અર્ચન બાદ આકાશમાં ઉડાડવામાં આવે છે આજના કળિયુગમાં પણ વડવાઓની પરંપરા યથાવત જોઈએ છે આસપાસના એટલે સમાજના લોકો પણ આશ્ચર્યમાં મુકાતા હોય છે. સામાન્ય રીતે વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ ટકી રહી છે
દેવચકલી ને આજના દિવસે ધી ગોર ખવડાવી આકાશમાં મુક્ત કર્યા બાદ તે જો લીલા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ સારું રહે છે સાથોસાથ ભારે વરસાદ
સહિત દરેક વ્યક્તિ માટે ઉધ્વગામી બની રહી છે જોકે દેવચકલી સૂકા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે  ત્યારેદેવચકલી થકી સમગ્ર વર્ષનો વર્તારો નક્કી કરવાનો પર્વ ઉતરાયણ બને છે જોકે
મોટાભાગના શહેરોમાં લાખો કરોડો રૂપિયાના દોરી પતંગ અને વિવિધ વાજીત્રો થકી ઉતરાયણ નિમિત્તે આનંદ અને ઉલ્લાસનો તહેવાર બની રહે છે જ્યારે આદિવાસી સમાજ આજના દિવસ ને આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવા માટે નો પાયારૂપ દિવસ માને છે.

જોકે આજના દિવસે દેવ ચકલી થકી આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવાનો પર્વ છે
ત્યારે પરંપરાગત જ્ઞાન આગામી સમયમાં ટકી રહે તે પણ મહત્વનું બની રહે છે તેમજ અંતરિયાળ વિસ્તારમાં નાના થી લઈ વડીલો તેમજ મહિલાઓ ઉલ્લાસ સાથે દેવીને પકડી તેની પૂજા અર્ચન કરતાં હોઈ છે
ત્યાર બાદ દેવી ને ઉડાડી દિવસ દરમીયાન વડવાઓથી ચાલી આવતી પરંપરા મુજબ તોથા સહિતનો પ્રસાદ ત્યાર કરતાં હોઈ છે અને ગ્રામજનો સાથે મળી દેવીનો પ્રસાદ લઈ અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતાં હોઈ છે….
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0