બ્રિટનની કોર્ટમાં ઉત્પાદક કંપનીએ રજુ કરેલા દસ્તાવેજો પરથી ઘટ્ટસ્ફોટ
ભારતમાં સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા ‘કોવિશિલ્ડ’ બ્રાંડથી આ વેક્સીન અપાઇ હતી
કોરોનાકાળમાં વરદાનરૂપ પુરવાર થયેલી વેકસીન ફરી એક વખત વિવાદમાં સપડાઈ
ગરવી તાકાત, તા. 30 – બ્રિટનની કોર્ટમાં ઉત્પાદક કંપનીએ રજુ કરેલા દસ્તાવેજો પરથી ઘટ્ટસ્ફોટ: ભારતમાં સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા ‘કોવિશિલ્ડ’ બ્રાંડથી આ વેક્સીન અપાઇ હતી. નવી દિલ્હી : કોરોનાકાળમાં વરદાનરૂપ પુરવાર થયેલી વેકસીન ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે અને ભારતમાં જે વેકસીનના ડબલ ડોઝ લેવાયા હતા તે ‘કોવિશિલ્ડ’ના સહનિર્માતા એસ્ટ્રાજેનેકાએ વેકસીનની આડ અસર કબુલતા સ્વીકાર્યુ હતું કે તેનાથી થોમ્બાસિસ, વીથ થોમ્બ્રોસાઈટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે.
‘ટીટીએસ’ તરીકે ઓળખાતી આ અસરમાં શરીરમાં લોહીના ગાંઠો જામવાથી અને લોહીમાં પ્લેટસની સંખ્યા ઘટવાની શકયતા રહે છે અને સૌથી મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરમાં જે રીતે યુવા વર્ગમાં જે રીતે કાર્ડિયાક એરેસ્ટની ઘટનાઓમાં અચાનક જ સેકન્ડોમાં મૃત્યુની ઘટનાઓ સતત બની રહી છે તેથી તેમાં હવે વેકસીનની ભૂમિકા અંગે પણ જે સતત પ્રશ્નો સર્જાઈ રહ્યા છે તેને પણ હવે સમર્થન મળે છે.
બ્રિટનની ઓકસફર્ડ યુનિ.- એસ્ટ્રોજેનેકા એ આ દેશની એક અદાલતમાં દસ્તાવેજો રજુ કરીને કોવિડ વેકસીનથી ટીટીએસ જેની દુર્લભ બિમારીની અસર થઈ શકે છે તેવું સ્વીકાર્યુ છે. આ વેકસીનનું ભારતમાં પણ પુના સ્થિત સિરમ ઈન્સ્ટીટયુટ દ્વારા ‘કોવિશિલ્ડ’ બ્રાન્ડથી નિર્માણ થયુ હતું અને માનવામાં આવે છે કે દેશમાં 70% જેટલા ડોઝ આ વેકસીનના અપાયા હતા. એસ્ટ્રાજેનેકાને બ્રિટનમાં કલાસ-એકશન તરીકે ઓળખતા કેસનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના પર વેકસીનની ગંભીર ઈજા અને પોતાના આરોપ લાગ્યા છે. આથી આ પ્રકારે અનેક પરિવારોએ એસ્ટ્રાજેનેકા સામે વળતર દાવા દાખલ કર્યા છે. ખાસ કરીને આ વેકસીનથી મગજમાં લોહીના ગાઠો જામી જવાની શકયતા દર્શાવાઈ છે.
થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસીસ, જેને થ્રોમ્બોસાસટોપેનિયા સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ગંભીર સમસ્યા છે. આ સિન્ડ્રોમ લોહી ગંઠાવા અને પ્લેટલેટસની ઓછી સંખ્યાનું કારણ બને છે. (રકત કોષો જે લોહીના ગંઠાઈને મદદ કરે છે). મગજ (સ્ટ્રોક), હૃદય (હૃદયની નિષ્ફળતા) અથવા પેટ (આંતરડામાં લોહીની ગંઠાઈ)માં લોહીના ગંઠાવાનું નિર્માણ થઈ શકે છે. ભારત સહિત અનેક દેશોમાં આ વેકસીનનો કોરોનાકાળમાં ઉપયોગ થયો છે. બ્રિટને આ વેકસીન પર સુરક્ષાના કારણોથી હાલ પ્રતિબંધ મુકી દીધા છે અને જેની સ્કોટ નામના એક વ્યક્તિએ વેકસીનથી તેના નુકશાન થયા તો દાવો કરી જે કેસ દાખલ થયો તેના પરથી કંપનીએ તે સ્વીકારવું પડયું છે. ભારતમાં જે રીતે હૃદયરોગ વિ. કારણે મૃત્યુ થયા છે જેના પરથી અનેક વખત વેકસીન સામે પ્રશ્નો ઉઠયા હતા.