Ø સદભાવના વૃદ્ધાશ્રમનો 151 કરોડ વૃક્ષોના વાવેતર-ઉછેરનો મહાસંકલ્પ.
Ø સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં દેશીકુળના લીમડો,પીપળો, પીપળ, વડ, ઉંબરો,આંબલી સહિતના 30 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે.
Ø પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર.
Ø શાસ્ત્રોના મતે વૃક્ષો બને છે માણસના તારણહાર.
સદભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનનાં લાભાર્થે અને વૃક્ષો અને વડીલો માટે હાલમાં જ વિશ્વ વંદનીય સંત પ. પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે કરી હતી. હાલમાં જ તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ હરિભજન’ ગાન સાથે વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે સૌ શ્રોતાઓને ભાવ અનુરોધ કર્યો. એક એક વ્યક્તિને પાંચ પાંચ વૃક્ષો વાવવા જણાવ્યું. પૂ. મોરારિબાપુએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલ રામકથાનો ઉલ્લેખ કરીને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં વૃક્ષારોપણ માટે માર્ગદર્શન સહયોગ આપશે તેમ પણ જણાવ્યું. નાની મોટી સંસ્થાઓને પણ આ અભિયાનમાં જોડાવવાનો અનુરોધ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને કર્યો હતો.
પ્રદૂષણને કારણે જળ, જમીન અને વાયુ દૂષિત થયા છે ત્યારે પ્રદૂષણ ઘટાડનાર અને પર્યાવરણ સુધારનાર મુખ્ય તત્વ કોઈ હોય તો તે વૃક્ષ છે એટલા માટે ભારત દેશને હરિયાળો બનાવવા અને પ્રદૂષણ દૂર કરવા સદભાવના વૃદ્ધાશ્રમે દેશમાં 151 કરોડ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો મહાસંકલ્પ કર્યો છે. પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથાના હેતુમાં આ એક મુખ્ય હેતુ પણ સમાવિષ્ટ હતો. રાજકોટનાં રેસકોર્સ મેદાન પર પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા સદભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનનાં લાભાર્થે અને વૃક્ષો અને વડીલો માટે યોજાઈ હતી. અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમનો વૃક્ષારોપણ અને ઉછેરનો પ્રકલ્પ આવતા દિવસોની અનિવાર્યતા છે. કેમ કે કલાઇમેટ ચેન્જને કારણે આખા વિશ્વનું વાતાવરણ પ્રદૂષિત થયું છે જેમાં ભારત પણ બાકાત નથી. આપણા દેશમાં પણ ઋતુઓ બદલાઈ ગઈ છે 8 મહિના ગરમી પડે છે. ઉનાળામાં વિક્રમની ગરમી પડે છે. શિયાળામાં ઠંડીના દિવસો ઓછા રહે છે તો ચોમાસામાં વરસાદ અનિયમિત થઈ ગયો છે ત્યારે પર્યાવરણની સુધારણામાં વૃક્ષારોપણ જેવો બીજો કોઈ ઈલાજ નથી. સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં દેશીકુળના લીમડો, પીપળો, પીપળ, વડ, ઉંબરો, આંબલી સહિતના 30 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. આગામી દિવસોમાં આખા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાનું અને તેને ઉછેરવાનું સદભાવના વૃદ્ધાશ્રમની ટીમનું સપનું છે. જે સાર્થક થતાં જ દેશ હરિયાળો બની જશે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથાના માધ્યમ થી સદભાવના વૃદ્ધાશ્રમ આખા વિશ્વને પર્યાવરણ સુધારણા માટે વૃક્ષારોપણ અને ઉછેરનો સંદેશ આપે છે. વૃક્ષો વિષે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે જેમ કે, 1 વૃક્ષ 10 પુત્ર સમાન છે એવું મત્સ્ય પુરાણ કહે છે, કળો અને ફૂલો વાળા વૃક્ષો મનુષ્યને તૃપ્ત કરે છે એવું મહાભારતના અનુસંધાન પર્વમાં કહેવાયું છે જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાનરૂપે પ્રાપ્ત થાય છે એવું વિષ્ણુ ધર્મસૂત્ર કહે છે. જો તમે પીપળ, લીમડો, વડ, આંબલી, બીલી, આમળા, આંબો જેવા વૃક્ષો વાવો છો તો તમે પાપમુક્ત બનો છો ,એવું ભવિષ્ય પુરાણ કહે છે. શાસ્ત્રો મુજબ પીપળનું વૃક્ષ વાવવા થી સંતાનોને લાભ થાય છે. અશોક વૃક્ષ વાવવાથી શોક દૂર થાય છે. બીલીનું વૃક્ષ લાંબુ આયુષ્ય આપે છે.
આ વૃક્ષારોપણ બે પદ્ધતિથી કરવામાં આવી રહેલ છે જેમાં પિંજરામાં 6 થી 8 ફૂટના મોટા દેશી કુળના અને લાંબુ આયુષ્ય ધરાવતા વાવવામાં આવે છે. જેને ત્રણ કે ચાર વર્ષ સુધી ટેન્કર દ્વારા નિયમિત પાણી, ખાતર જરૂર પડે તો દવા, નિંદામણ સાથે ઉછેરવામાં આવી રહેલ છે. આ વૃક્ષોમાં ખૂબ લાંબુ આયુષ્ય ધરાવતા અને દેશીકુળના આપણા જ વડલા, પીપળા, પીપર, ઉમરા, ખાટી આંબલી, રાવણા, ગુંદા અર્જુન, કુસુમ બોરસલી, લીમડા જેવા વૃક્ષો ઉછેરવામાં આવી રહેલા છે. જે માટે સદભાવના વૃદ્ધાશ્રમની પોતાની નર્સરીઓમાં અંદાજે 10 લાખ કરતા વધારે જાતના આવા રોપા ઉછેરવામાં આવી રહેલ છે.
અન્ય રીતે જ્યાં પિંજરાની જરૂર નથી તેવી જગ્યામાં ફેન્સીંગ કરી અને 15 કે 25 ફૂટે મોટા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. જેને દ્વીપ દ્વારા પાણી આપવામાં આવે છે. આવા બિલ્લી વન, પીપળા વન, વડ વન બનાવેલા છે. તે જ રીતે બાયોડાઇવરસીટી વધારવા તેમજ શિકારી પક્ષી થી નાના પક્ષીઓને તથા જીવજંતુઓને બચાવવા માટે ખૂબ નજીક નજીક વિવિધ જાતના વિવિધ પ્રજાતિના વૃક્ષો વાવી મિયાવાકી પદ્ધતિ થી જંગલો ઉભા કરવામાં આવેલા છે. જે એક ઓક્સિજન ફેક્ટરી તેમજ એક માઇક્રો ક્લાઇમેટ ઉભો થઈ રહેલ છે.
સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં વૃક્ષારોપણ અને ઉછેર માટે લોકોને, સંસ્થાઓને કોઈપણ માર્ગદર્શન જોઈતું હોય તો તકનીકી માર્ગદર્શન સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા આપશે.
આ અંગેની વિશેષ માહિતી માટે (મો 80002 88888) પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું