અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા શહેરને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવતા મહેસાણાવાસીઓ માટે આનંદના સમાચાર કહી શકાય.અનેરો આનંદ છવાયો

January 2, 2025

મહેસાણાની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવશે. જેમાં 9 આખા ગામ અને 6 ગામોનો રેવન્યુ ભાગ એડ કરાયો એટલે કે 14 ગામ સમાયા છે. આ 14 ગામો અગામી સમયમાં મહાનગરપાલિકામાં સમાવેશ થઈ જશે. મહાનગરપાલિકા જાહેર થતા આગામી સમયમાં સારા રસ્તા, ગટર લાઈન અને બાગ બગીચાનો વિકાસ થશે. તેમજ આસપાસના ગામડાઓ જે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તેઓને પણ અમૃત યોજનાનો લાભ મળશે

. મહાનગરપાલિકા જાહેર થતા તેમાં 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોડ, રસ્તા, ગટર પાણી અને બાંધકામ નવા થશે. 14 ગામોમાં જે જગ્યા છે. તેમાં આગામી સમયમાં ફ્લેટો અને હાઇરાઈઝ બીલડિંગ જેટલી બનશે જેથી પબ્લિકને ફાયદો થશે. મહાનગરપાલિકામાં 36 મીટર અને 40 મીટરના રોડ બનતા હોય છે. જેમાં 150 થી 200 ફ્લેટ બને એટલી એફ.એસ.આઈ મળે જેમ કે 4.5 એફ.એસ.આઈ કે 6 એફ.એસ.આઈ મળે એટલે લોકોને સસ્તા ફ્લેટો મળી રહે. મહેસાણા એક મોટું મીની અમદાવાદની જેમ હબ થવા જઈ રહ્યું છે. બાજુમાં બેચરાજી મારુતિના કારણે હબ બન્યું છે. એવી જ રીતે મહાનગરપાલિકા જાહેર થતા અહીંયા પણ મોટું હબ બનશે. લોકોને સસ્તા ફ્લેટ અને ભાડા પણ સસ્તા મળશે.

રોડ જેટલા પહોળા થશે. બીલડીગની એફ.એસ.આઈ પણ એટલી વધશે. ગ્રામ્ય વિસ્તારોમાં જે ગટર,

 

પાણી,ડ્રેનજ લાઈનની સમસ્યા સર્જાય છે તે મહાનગરપાલિકા બન્યા બાદ નહીં સર્જાય. ઉત્તર ગુજરાતનું મહેસાણા અમદાવાદ સીટી જેમ એક મોટું સીટી બનવા જઇ રહ્યું છે. મીની અમદાવાદની જેમ મહેસાણા તૈયાર થશે. કારણ કે ટાઉન પ્લાનિંગ, રસ્તાઓ,આ તૈયાર થઈ જાય એટલે જે બાંધકામ થાય છે, સુનિચિત બાંધકામો થશે.

હાલમાં 16 ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 16 ગામોની જમીનોના ભાવોમાં અસર જોવા મળશે. આ ડેવલોપમેન્ટ અગાઉના 40 વર્ષને ધ્યાનમાં રાખીને કરાશે, જેથી ભવિષ્યમાં આ ડેવલોપમેન્ટ લોકોની સુવિધા વધારાશે. મહાનગરપાલિકા બનતા અમદાવાદની જેમ હાઇરાઈઝ ઇમારત જોવા મળશે.

મહેસાણા મહાનગરપાલિકા બનશે તો ટેક્ષમાં વધારો થશે. ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ, રોડ, ગટર વ્યવસ્થા અમુક ગામોમાં નથી એનો બોજ નગરપાલિકા પર પડશે અને પ્રાથમિક તબક્કે એ સુવિધા કરી આપવી પડશે. ગ્રામ્ય લોકોને સુવિધા પહેલા મહાનગરપાલિકાને ટેક્ષ આપવા પડશે પણ સગવડ પુરી કોર્પોરેશન જેવી નહિ મળે. મહાનગરપાલિકા બનતા ગ્રાન્ટ વધશે. કમિશનર કક્ષાના અધિકારી આવશે એના કારણે કોઇ નિર્ણય લેવા ગાંધીનગર દોડવું પડતું હતું એ દોડવું નહિ પડે કામો ઝડપી થશે એવી શક્યતાઓ થઈ શકશે.મહાનગરપાલિકા ને જનતાને સારી સુવિધા આપવાની તૈયારી રાખવી પડશે. કોર્પોરેશન માં જે સુવિધા હોઈ એ તમામ સુવિધા આપવી પડશે.હાલમાં નગરપાલિકા છે પણ એની સામે સેવા મળતી નથી લોકોને હાલમાં જે સુવિધા છે એ બધી ખામી વાળી સુવિધા છે.હાલમાં ગટર,રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા છે એ પૂરતી સુવિધા મળતી નથી. મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકે છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પંચાયત ધારો 1963ની નીચે ગ્રામપંચાયત હોય છે. જીપીએમસી(ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન) એક્ટ હેઠળ વહીવટ થાય. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ વધે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતી પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ થશે, શહેરોનો વિકાસ થશે અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળશે.

કોર્પોરેશન બનાવવા પાછળ ખર્ચ થાય? કોર્પોરેશન બનાવવા ખર્ચ નથી હોતો. સરકાર મંજૂરી આપે, એરિયા નોટિફાય કરે અને જીપીએમસી એક્ટ નીચે જાહેરાત થાય. એ જ પ્રમાણે બીજા બધા તંત્રમાં પણ મહાનગરને જે લાભ મળે, જેમ કે રીજનલ ઓફિસ ખોલવી, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી વગેરે જેવી સુવિધા મળે. આમ, કોર્પોરેશન બનાવવાથી નાગરિકોને સુવિધા વધારે મળે છે. વેરામાંથી મુક્તિ આપવાનો કોઈ નિયમ નથી, પણ વધારો ન કરવો હોય તો ન કરે. આ સાથે અમુક રાહત આપે, જેમ કે ઈન્ડસ્ટ્રી અને કોમર્શિયલમાં વેરો વધારો કરી શકે અને રહેણાક, ભાડૂઆતના વેરા ઓછા રાખે. નીતિ બનાવવાની સત્તા છે. કોર્પોરેશન પાસે પાવર વધારે હોય છે એટલે ઝડપી નિર્ણય લેવાય છે.

નગરપાલિકા કરતાં મનપા પાસે વધારે પાવર નગરપાલિકા અને કોર્પોરેશન પાસે અધિકાર છે અને જો પાવર ન હોય તો વહીવટ અઘરો થઈ જાય. પહેલા માગણું રજૂ કરવામાં આવે, જેમાં બીજો વધારાનો ચાર્જ ન હોય એ પછી નોટિસ આપવામાં આવે. તેમ છતાં વેરા નથી ભરતા તો વ્યાજ શરૂ થાય. તેમ છતાં જો ડિફોલ્ટર થાય તો મિલકત સીલ કરવામાં આવે છે. એ પછી પણ જો વેરો ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાત, એટલે કે કલેક્ટરને દરખાસ્ત મોકલી મામલતદારની રૂબરૂમાં મિલકતની હરાજી કરી વેરો વસૂલ કરવામાં આવે છે એટલો પાવર કોર્પોરેશન પાસે હોય છે. છેલ્લે, રેડ કોર્નર નોટિસ આપે. દરેક નગરપાલિકા કે મનપા ક્રાઈટેરિયા આધારે વેરો અને વ્યાજ ગણતા હોય છે. કોર્પોરેશન અને નગરપાલિકામાં કાયદાકીય પ્રોવિઝન ઘણાં સરખાં છે, પણ કોર્પોરેશન પાસે થોડા વધારે પાવર છે.

‘કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં ટેક્સ વધુ હોય છે’ મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત અને ફાયદા-નુકસાન અંગે મહેન્દ્ર એસ. પટેલ કહે છે, કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે. આમ, 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે. અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે. આમ, કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે. મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે. જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ. વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે. કોઈ આઈએએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે. નુકસાનમાં તો વેરો વધારે ભરવો પડે, કેમ કે બંનેના ક્રાઈટેરિયા અલગ છે. ફાયદો એ છે કે સારી સુવિધા મળે, જુદા જુદા રિઝર્વેશનને કારણે સુવિધા સારી મળે. મોટાં શહેરોમાં પહોળા રસ્તા, તમામ સુવિધા અને ગામતળ વિસ્તારમાં પણ લાઈનદોરીમાં લઈ કઈ રીતે સારી સુવિધા આપી શકાય એવા પ્રયાસ કોર્પોરેશન કરે છે

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
7:13 pm, Jan 6, 2025
temperature icon 17°C
clear sky
Humidity 30 %
Pressure 1016 mb
Wind 10 mph
Wind Gust Wind Gust: 23 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0