અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

પત્રકાર મહેશ લાંગાની IAS-IPS અધિકારીઓ સાથેની સાંઠગાંઠ બહાર આવી, સરકારી દસ્તાવેજનો કરતો હતો સોદો

October 23, 2024

,GST બિલ કૌભાંડમાં જેની ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાની IAS-IPS સાથેની ચેટ સામે આવી

ગરવી તાકાત, અમદાવાદ તા. 23 – ,GST બિલ કૌભાંડમાં જેની ધરપકડ કરવામાં આવી છે તેવા પત્રકાર મહેશ લાંગાના વધુ કેટલાક કારનામા સામે આવ્યા છે. મહેશ લાંગાની IAS, IPS અધિકારીઓ સાથેની ચેટ સામે આવી છે. જેના પરથી ખુલાસો થયો છે કે, પત્રકારત્વના નામે મહેશ લાંગા તેમની પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ મેળવી અન્ય લોકોને પૈસા લઈને વેચતો હતો. મહેશ લાંગાએ સમાચારના નામે કેટલા ડોક્યુમેન્ટ મેળવ્યા હતા, તેમાંથી કેટલા પરથી સમાચાર બનાવ્યા અને કેટલા ડોક્યુમેન્ટ વેચ્યા તેની તપાસ થશે. પત્રકાર મહેશ લાંગા વૈભવી જીવન જીવતો હોવાનો પણ ખુલાસો થયો છે. 

મહેશ લાંગા પત્રકાર હોવાનો ફાયદો ઉઠાવી સરકારી દસ્તાવેજો મેળવી બરોબર લ્હાણી  કરતો હોવાનો ખુલાસો | Mahesh Langa Patrakar Hovano Faydo Uthavi Sarkari  Dastavejo Melvi Barobar ...

આ સાથે મંગળવારે ગુજરાત મેરિટાઈમ બોર્ડની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, તે બાદ મહેશ લાંગા અને GMBના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી અને ગુનાહિત કાવતરાની સાથે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે સૌથી મોટો સવાલ એ છે શું હવે મેરિ ટાઈમ બોર્ડની તપાસમાં અધિકારીઓ પર સકંજો કસાશે? 

મહત્વનું છે કે, પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગથી લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, ED અને સેન્ટ્રલ GST કરી રહી છે,,

GST કૌભાંડના આરોપી મહેશ લાંગા સહિતના આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થતાં સાબરમતી  જેલભેગા | GST Kaubhand Na Aropi Mahesh Langa Sahitna Aropio Sabarmati  Jelbhega

કેટલા ડોક્યુમેન્ટ વેચ્યા તે અંગે તપાસ થશે,,, મહત્વની વાત એ છે કે શું હવે મેરી ટાઈમ બોર્ડની તપાસમાં અધિકારીઓ પર સકંજો કસાશે!,,, મહત્વનું છે કે, પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગથી લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, ED અને સેન્ટ્રલ GST કરી રહી છે,,, ચોરી અને ગુનાહિત કાવતરા અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
4:42 am, Dec 20, 2024
temperature icon 14°C
clear sky
Humidity 43 %
Pressure 1012 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:17 am
Sunset Sunset: 5:58 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0