સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ સહિત ઇડર પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના સીઝર તરીકેની ઓળખાણ આપી કામ કરનાર ઇસમો બેફામ બન્યા છે. ખાસ કરીને ખાનગી તેમજ બેંકની લોનોમાં ગાડીઓના હપ્તા બાકી હોવાની વાતો કહી બાકીના નાણાં વસૂલવા માટે સિઝર એજન્ટો દ્વારા ખુલ્લેઆમ વાહન ચાલકો સહિત પરિવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ હાઇવે રોડ પર મહારાણા પ્રતાપ સર્કલ તિરંગા સર્કલ બસ સ્ટેન્ડ સત્યમ ચોકડી સહિતના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સીઝર તથા એજન્ટ તરીકેનું કામ કરનાર ઇસમોનો રાફડો ફાટ્યો છે. મહત્વની બાબતે કહી શકાય કે પોલીસ તંત્ર સહીત જિલ્લા પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી ગેરકાયદેસર રીતે હાઇવે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત પરિવારોને પણ સીઝર એજન્ટની ઓળખાણ આપી લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે. ખાસ કરીને કોઈપણ ગાડીના હપ્તા બાકી હોય તો પહેલા જે તે બેંક તેમજ ખાનગી પેઢી દ્વારા તેને નોટિસ આપવામાં આવે છે અને બાદમાં તેના કર્મચારી દ્વારા પોલીસ મથકેથી પોલીસ વેરિફિકેશન કરાવ્યા બાદ પોલીસને સાથે રાખી તે ગાડીને જે તે માલિકના ઘરે જઈને સીઝીંગ કરવાની થતી હોય છે. ઉલ્ટાનુ પોલીસને ખુલ્લો પડકાર આપી મન ફાવે તેમ જાહેર રોડ પર વાહનચાલકો તેમજ ગાડીમાં લઈને નીકળેલા પરિવારોને અર્ધ વરચે ઉતારી પાડી તેમની ગાડીને સીઝીંગ કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે કાયદા ને નેવી મૂકી તંત્રને ખુલ્લો પડકાર આપનાર ખાનગી સીઝર એજન્ટો સામે તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહે છે….
ઈડર તિરંગા સર્કલ તેમજ બસ સ્ટેન્ડ વચ્ચે ના જાહેર માર્ગ પર ખાનગી સીઝર એજન્ટની ઓળખાણ આપી એક પરિવારને રોડ વચ્ચે ઉભો રાખીને તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન સહિત હાથાપાઈ કરવામાં આવી હતી. વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા સીજર ઇસમો સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે એક તરફ સુરક્ષા સલામતી ની વાતો કરતું તંત્ર હજૂપણ ગોર નિદ્રામાં હોય તેમ લાગીરહ્યું છે. પ્રમાણે જાહેર માર્ગ પર હેરાન કરવામાં આવેલ પરિવાર તંત્ર પાસે યોગ્ય ન્યાયની આશા રાખી રહ્યા છેત્યારે આગામી સમયમાં રોફ જમાવનાર સીઝર ઇસમો વિરુદ્ધ કયા અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે….