જુનાગઢના માળીયા હાટીનામાં શિક્ષક સહીત 4 શખ્સોએ ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો !
જૂનાગઢ જીલ્લામાં આવેલ માળીયા હાટીના એક ગામમાં સમાજને શર્મસાર કરી ઘટના સામે આવી છે. જેમાં શાળાના શિક્ષકે તથા અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી એક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનુ ફરિયાદ સામે આવી છે. પીડિત સગીરા ધોરણ 8 માં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે. શાળાનો શિક્ષક વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતો હોવાની જાણ અન્ય ઈસમોને થતાં તેઓએ સગીરાને ધાક – ધમકી આપી વાંરવાર દુષ્કર્મ આચરતા હતા. આ પણ વાંચો – દેશમાં દરરોજ 80 મર્ડર અને 77 બળાત્કારના કેસ નોંધાય છે : NCRB માળીયા હાટીના ગડુ ગામની જે.એન. ચાડિયા સ્કૂલના શિક્ષકે ધોરણ 8 માં અભ્યાસ કરતી એક વિધાર્થીની સાથે રેપ કર્યાનુ સામે આવ્યુ છે. જેમાં આ શિક્ષક સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાની જાણ અન્ય ઈસમોને થતાં તેઓએ પણ સગીરાને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા હતા. જેમાં સગીરાનો પડોશી પણ સામેલ હતો. આ ઈસમો સગીરાને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. પીડીતાના પરિવારને આ વાતની જાણ થતાં સગીરાએ તમામ આપવીતી સંભળાવી હતી. જેથી શિક્ષક સહીત ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે ફરિયાદ આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.