ગરવી તાકાત, જુનાગઢ
માણાવદર તાલુકાના ભીંડોરા ગામે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતૉના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અત્યારે ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે .
આ પણ વાંચો – માણાવદર તાલુકા ના ખેડૂતો કપાસ પાક વીમા બાબતે અવઢવમાં : વીમા કંપનીઓ સામે રોષ
વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતોએ વાવેતર કરેલ ખેતપેદાશોનું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે.મેધરાજાની અવિરત મેધસવારીથી સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર થયા હતા.ખેડૂતોએ વાવેતર કરેલ હજારો વિધાની મગફળીમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળીના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે.
ખેડૂતોના ખેતરોમાં થયેલ નૂકશાન વળતર આપવા ભીંડોરા ગામના સરપંચ એ માંગ કરી છે આજે માણાવદર તાલુકા વિકાસ અધિકારી મોરીને લેખિત રજૂઆત કરી છે કે ભીંડોરા ગામને તાત્કાલિક પુર અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ભીંડોરા ગામના સરપંચે કરી.
એહવાલ,તસ્વીર- જીજ્ઞેશ પટેલ