દુઘસાગર ડેરીના ધી ના ભેળસેળ મામલે ફુડમ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા નકલી ઘી ના બે ટેન્કર જપ્ત કરવામાં આવ્યા હતા. આ ભેળસેળયુક્ત ઘી ના કૌભાંડમાં કુલ 40 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે મામલે ડેરીનાં ચેરમેન – આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન – મોગજીભાઈ દેસાઈ(પટેલ), એમડી – નિશીથ બક્ષી, લેબોરેટરી હેડ – અલ્પેશ જૈન, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં તેઓએ પોતાના આર્થીક ફાયદા માટે ભેળશેળ યુક્ત ઘી નુ પેકીંગ કરી બજારમાં મુકવાના આરોય લાગ્યા હતા.
આ પણ વાંચો – ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ
દુધસાગર ડેરીના ઘી ના ભેળસેળ મામલે જાંચમાં એમ.ડી નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન અને પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ પટેલને જેલની સજા થવા પામી હતી. જેમાં આ ત્રણે આરોપી દ્વારા તેમને સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી પરંતુ સેસન્સ કોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદે આ ત્રણે આરોપી દ્વારા હાઈકોર્ટમાં પોતાની જામીન અંગેની અરજી કરેલ હતી. પરંતુ અગાઉ હાઈકોર્ટે જામીન અરજીઓ ફગાવી હોવાથી તેમને પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.
આ દુધસાગર ડેરીના ઘી ના ભેળશેળ મામલે બંધ આ ત્રણે આરોપીઓએ તેમની જામીન અરજી ચાર્જશીટ ફાઈલ થયા બાદ જામીન અરજી કરશે એમ જણાવી અરજી પરત ખેંચી છે.પરંતુ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ ખરેખર અરજી પાછી ખેંચવાનુ કારણ રહ્યુ હતુ કે આ ત્રણે જેંલમાં બંદ આરોપીને ડર હતો કે હાઈકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવશે અને તેમની ફજેતી થશે જેથી કરી જામીન અરજી પરત ખેંચવામાં આવી છે.