અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

જુનાગઢમાં દલિતને #Get_lost કહેનાર કલેક્ટર વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ !

કોઈ પણ અધિકારીને સરકાર જે હોદો આપે છે તે જનતાને પડતી હાલાકીના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવા માટે હોય છે. પરંતુ કેટલાક હોદાની મગરૂબી ધરાવતા અને હોદાના હેતમાં ઘેલા બનેલા અધિકારીઓ જાણે કે જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે નહિ પરંતુ પોતાની ઈચ્છા મુજબ મુજરો કરનારા હોય છે. એવા ક્રોધિત અને પોતાની જાતને અઢારે પાદરાના ધણી અને તાનાશાહીના ચાહક જૂનાગઢ મનપાના કમિશ્નર રાજેશ તન્નાએ રજૂઆત કરનાર રાજુ સોલંકીની રજુઆત પર ટેબલ પર હાથ પછાડ્યો પણ જાણે ભૂવાંને કોઈ ઓતર આવે તેમ ક્રોધિત થઈ “ગેટ લોસ્ટ” કહી પોતાની હલકી માનસિકતા છતી કરી હતી. જૂનાગઢ કમિશ્નર રાજેશ તન્ના દ્વારા દલિત નેતા રાજુભાઈ સોલંકીને કોઈ પણ કારણ વગર હડધૂત કરી ગેટ લોસ્ટ કહી પોતાની ચેમ્બર માંથી બહાર કાઢી દેતા સમગ્ર જૂનાગઢ જિલ્લાના દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે .બીજી તરફ હલકી માનસિકતા ધરાવતા અને પોતાની જાતને શેર સમજતા જૂનાગઢ મનપાના કમિશ્નર રાજેશ તન્ના જાણે કે પોતાની ખુરશીના પાવરમાં ભાન ભૂલ્યા હોય એવું લાગી રહ્યું છે અને  રજૂઆત કરનારની કોઈ વેલ્યુ જ ના એવી રીતે વર્તન કરતા દેખાય છે. જૂનાગઢ  કલેક્ટરને રજૂઆત કરતા જૂનાગઢ જીલ્લા દલિત સમાજ  ના લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. અને સામાજિક કાર્યકર રાવણ પરમારે મીડિયા ને જણાવ્યું હતું કે હજુ કેટલો અત્યાચાર થશે માત્ર રજૂઆત કરવા જતાં સમાજના અગ્રણીનું જો આવું અપમાન થતું હોય તો જનતાનું શું થતું હશે? જો કમિશ્નર પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી નહિ કરવામાં દલિત નેતા રાજુ સોલંકીના કમિશનરે કરેલા અપમાન બાબતે કોઈ પણ પક્ષ કે રાજનીતિ વગર તમામ દલિત સમાજના લોકો દ્વારા કલેકટરની આવેદનપત્ર પાઠવી આકરા શબ્દોમાં રજૂઆત કરી હતી. આવનાર સમયમાં જો આ બાબતે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના લોકો સાથે મળી ગુજરાત બંધનું એલાન આપશે જેની તમામ જવાબદારી જૂનાગઢ મનપા કમિશ્નર રાકેશ તન્ના અને સરકાર ની રહેશે તેવું મીડિયાને જણાવાયું હતું.