રાજ્ય સરકારના પંચાયત ગ્રામ-ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા આયોજીત ” ગ્રામ વિકાસની વાત મુખ્યમંત્રીને સાથ” ના ઇ-સંવાદ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના બેચરાજી ગામના સરપંચ દેવાંગ પંડ્યા સાથે સીધો ઇ-સંવાદ કર્યો હતો.
રાજ્યના સરપંચો સાથે ઇ-સંવાદની શ્રુંખલાના કાર્યક્રમમાં દેવાંગભાઇ પંડ્યા સાથે સીધા ઇ-સંવાદમાં મુખ્યમંત્રીએ ગામની,જિલ્લાની કોરોના અંતર્ગત સ્થિતિની પુચ્છા કરી માહિતગાર થયા હતા. આ ઉપરાંત ગામમાં 14 માં નાણાં પંચમાં થઇ રહેલ વિકાસના કામો,ખેતી,સિંચાઇનું પાણી સહિત વિવિધ બાબતોની પુચ્છા કરી હતી.
બેચરાજી ગામના સરપંચ દેવાંગ પંડ્યાએ કોરના કપરાકાળમાં સરકાર દ્વારા જનતાની સુખાકારી અને સ્વાસ્થયની ચિંતા બાબતે લેવાયેલ પગલાં અંતર્ગત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે સીધા ઇ-સંવાદમાં ગામના વિકાસ સહિત કોરોના સંદર્ભે કરેલ કામગીરી બાબતે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેથી કોવિડ વેક્સિન સહિત વિવિધ વિકાસની બાબતોએ મુખ્યમંત્રી રૂપાણી રાજ્યના વિવિધ આઠ ગામોના સરપંચઓ સાથે ઇ-સંવાદ અને સેટકોમના માધ્યમથી રાજ્યના સરપંચોને માર્ગદર્શિત કાર્યક્રમમાં મહેસાણાથી જિલ્લામાંથી રાજ્યસભા સંસદ જુગલસિંહ લોખંડવાલા, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,પુર્વગૃહમંત્રી રજનીકાન્ત પટેલ,એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ સહિત સંબધિત અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.