અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

*ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ “જીંદગી”પારખવાની કોશીશ તો ઘણી કરી લોકોએ પરંતુ…અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું*

December 25, 2024
*જીભ સુધરે તો જીવન સુધરે છે.*
*યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
આજે આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો મનુષ્યના શરીરમાં નવ છિદ્રો છે. તે વાટે જ્ઞાન બહાર નીકળી જાય છે. ઇન્દ્રિયોમાંથી જ્ઞાન બહાર ન નીકળી જાય તે માટે ઇન્દ્રિયોને ઈશ્વરને માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને ઇન્દ્રિયોને પ્રભુમાર્ગમાં વાળો.
તૃતીય સ્કંધમાં બે પ્રકરણો છે: પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા. પૂર્વ મિમાંસામાં વરાહનારાયણની અવતારની કથા કહી છે. ઉત્તર મિમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે. યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી. કાયા, વાણી, મનથી કોઇને દુભાવવું નહીં તે યજ્ઞ છે. સત્ય બોલવું તે પણ યજ્ઞ છે. સદાસર્વદા પ્રસન્ન રહેવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ વિના, સત્કર્મ વિના ચિત્તશુદ્ધિ થતી નથી અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. માનવશરીર એ ઘડો છે. આ ઘડાને નવ છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહીં. એક-એક છિદ્રમાંથી અનેક વખત વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે.જ્ઞાન થવું એ અઘરું નથી, પણ આવેલું જ્ઞાન ટકતું નથી.જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયોમાંથી વહી જતી બુદ્ધિ શક્તિને અટકાવ વાની છે.જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે. ત્યારે વૈષ્ણવો તેને પ્રભુના માર્ગ માં વાળે છે. આજે જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે એ વિદ્વાન અને પ્રભુ પ્રેમમાં પરમાત્મા ની પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે,ત્યારે શાસ્ત્ર સંત ની પાછળ દોડે છે.શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન,પ્રભુને રિઝવી ને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલો જે બોલે તે સંત.
ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે, હૃદયમાં સાત્ત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય, એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાંબાઈ કોઇના ઘરે શાસ્ત્ર ભણવા ગયાં નથી.તુકારામ મહા રાજ પણ કોઇના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી.જ્ઞાનનો શત્રુ છે હિરણ્યાક્ષ. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો છે તેમાં પહેલાં હિરણ્યા ક્ષનો વધ, પછી કપિલ ભગવાન આવે છે.
તમારા મનને પૂછશો કે ઈશ્વરે મને જે સંપત્તિ-સુખ આપ્યાં છે તેને હું લાયક છું કે નહીં?તો જવાબ મળશે કે લાયક નથી. એટલા માટે થાય છે કે,મનુષ્ય માને છે કે પ્રભુએ મને ઓછું આપ્યું છે.
સ્વયંભુવ મનુની રાણીનું નામ શતરૂપા.મનુ મહારાજને ત્યાં બે બાળકો થયાં. તેમનાં નામો પ્રિય વ્રત અને ઉત્તાનપાદ,ત્રણકન્યાઓ થઈ.તેમનાં નામો આકૃતિ,દેવહુતિ તથા પ્રસૂતિ.તેમાં આકૃતિ રુચિને, દેવકૃતિ કર્દમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી.દેવહુતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે થયું હતું. તેમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા.Ek Saval no Jvab - Geeta | Gujarati Suvichar|Motivational quotes| ગુજરાતી સુવિચાર #bhagvadgita #gita
વિદુરજી પ્રશ્ન કરે છે કે,હે મૈત્રેય જી,આ કપિલ ભગવાનની કથા મને કહો.
મૈત્રેયજી કહે છે, કપિલ બ્રહ્મજ્ઞાન નું સ્વરૂપ છે. કર્દમ થશો તો તમારે ઘરે કપિલ આવશે. કર્દમ એટલે કરદમ. ઇન્દ્રિયોનું દમન કર. ઇન્દ્રિ યોનું દમન કરે એ કર્દમ. કર્દમ એટલે જિતેન્દ્રિય. શરીરમાં સત્ત્વ ગુણની વૃદ્ધિ થાય એટલે આપો આપ જ્ઞાનનો ઝરો ફૂટે છે, જ્ઞાન પ્રગટે છે.
જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્ત્વગુણ વધવાથી થાય છે. સત્ત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચારથી વધે છે. સંયમથી-સદાચારથી સત્ત્વગુણ વધવાથી અંદરથી જ્ઞાન સ્ફુરણ થાય છે. જીભ સુધરે તો જીવન સુધરે છે.લૂલી માગે તે તેને આપશો નહીં. બે-ચાર મિનિટમાં ઊંઘ આવશે એમ લાગે ત્યારે જ પથારીમાં પડો.
જિતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. ગંગા જ્ઞાનનું અને સરસ્વતીસત્કર્મ નું સ્વરૂપ છે.લક્ષ્ય વગરનોઆદમી સઢ વગરના વહાણ જેવો છે.
કર્દમ જિતેન્દ્રિય મહાત્મા છે. તેમણે ખૂબ તપશ્ચર્યા કરી. શરીરમાં હાડકાં જ બાકી રહ્યાં છે. કર્દમની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યાં. તેનું થયું બિંદુ સરોવર. સિદ્ધપુરની જાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવધાન રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેડફી નાંખશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી.

                                                                                                                                                                                                                                                                                       પ્રતિકાત્મક તસ્વીર
જગતની કોઈ વસ્તુ સુંદર નથી. વિકાર આંખમાં છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ એ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો હોય તેના મોઢા ઉપર બળિયા આવી જાય, તો તેનું મોઢું ગમતું નથી. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ.જગત કરતાં પણ જગત નો સર્જનહાર સુંદર છે.લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ કાશ્મીર બનાવનાર મારો શ્યામસુંદર કેટલો સુંદર હશે? એ તો નિત્યસુંદર છે તેવું માનજો.ઠાકોરજીનાં દર્શન કરવાથી આંખ સફળ થાય છે. કર્દમ કહે છે, મહારાજ, તમારાં દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ છે.નાથ તમને પ્રાપ્ત કરી સંસારસુખની માગણી કરે તે મૂર્ખ છે.પણ બ્રહ્માજીએ આજ્ઞા કરી છે તેથી લગ્ન કરવાની ઇચ્છા થઈ છે. મને પત્ની જોઇતી નથી. મારે ઘરમાં સત્સંગ જોઇએ છે. સ્ત્રીસંગ એ કામસંગ નહીં પણ સત્સંગ છે. ધર્મમાં આચરણ માટે પત્ની છે એટલે તો પત્નીને ધર્મ પત્ની કહી છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મમાર્ગમાં આગળ વધી શકતા નથી.એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં. એકલો નાવિક પણ સંસારસાગર પાર કરી શકે નહીં.સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઇએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહં. વિવેક અને સ્નેહ મળશેતો ભક્તિ પ્રગટ થાય છે.પુરુષએજ્ઞાનસ્વરૂપ છે. સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે.સ્ત્રીએ ક્રિયા શક્તિ છે.
ઘણાંને આશ્ચર્ય થશે કે, કઈમે આટલાં વર્ષોની તપશ્ચર્યા કરી ભગવાન પાસે મુક્તિ કેમ ન માગી કર્દમે વિચાર્યું કે, હજારો જન્મોની કામવાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે, તેને સંતોષી મનુષ્ય ઉપર જે ત્રણ પ્રકારનાં ઋણ હોય છે, તેમાંથી મુક્ત થવું સારું અને તે પછી મુક્તિની ઇચ્છા રાખવી.
ભગવાને કહ્યું, બે દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહુતિ તમને આપશે.
હું તમારે ત્યાં પુત્રરૂપે આવીશ. જગતને મારે સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે. એવું કહી શ્રીહરિ ત્યાંથી વિદાય થયા.The Gita – Gujarati – Page 30 – Shrimad Bhagwad Geeta in Gujarati
પતિ-પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઇચ્છા થાય કે,હું તેમને ત્યાં જન્મ લઉં.નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, તમે કર્દમને કન્યાદાન કરો. મનુમહારાજ, શતરૂપા અને દેવ હુતિ સાથે કર્દમઋષિના આશ્રમ માં આવે છે.કર્દમ વિવેકથી દેવ હુતિની પરીક્ષા કરે છે.કર્દમ ઋષિ એ ત્રણ આસનો બિછા વ્યાં છે,તે ઉપર બધાંને બેસવા કહે છે. મનુ, શતરૂપા બેસે છે.દેવહુતિ બેસતાં નથી.કર્દમે કહ્યું, આ ત્રીજું આસન દેવી તમારા માટે છે!
દેવહુતિએ વિચાર કર્યો કે,ભવિષ્ય માં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલ આસન ઉપર બેસું એ મારો ધર્મ નથી અને જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય છે. તેથી ? દેવહુતિ જમણો હાથ આસન ઉપર રાખી આસન ની બાજુમાં બેસે છે.
બિચારી જૂના જમાનાની હતી. આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ જમાવી દેત. હાલમાં તો પત્નીઓ પતિઓને બાબાને ઝુલાવવાનો હુકમ કરે છે. છોકરાંઓને પતિને સોંપીને ફરવા નીકળી જાય છે.આર્યનારીના સાચા સંસ્કાર આજે ભૂલાતા જાય છે. આજે છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી બનતી જાય છે.
કર્દમ વિચારે છે, છોકરી છે તો લાયક, લગ્ન કરવામાં હરકત નથી. મનુમહારાજે કહ્યું, આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું.
કર્દમઋષિ બોલે છે, લગ્ન કરવાની મને ઇચ્છા છે. લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. મારાં લગ્ન વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં પણ કામનો વિનાશ એ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ અને સંન્યાસ લઈ લઈશ.
કન્યા દાનના મંત્રમાં સંતતિ માટે લખ્યું છે, સંતતિઓ માટે એવું નથી લખ્યું, માટે શાસ્ત્રમાં પહેલા પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે. ધર્માચરણ નહીં કે કામાચરણ માટે લગ્ન છે. પિતા પુત્રને કહે છે, તું મારો આત્મા છે.એક પુત્ર થયા પછી પત્ની માતા જેવી બને છે.
કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માગે છે. તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી નાશ કરવા લગ્ન કરવાનું છે. લગ્નમાં સાવધાન શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કારણ બધા જાણે છે કે, લગ્ન કર્યા પછી એ સાવધ રહેવાનો નથી. લગ્ન કર્યા પછી સાવધ રહે તે જીત્યો અથવા જે પહેલા સાવધાન થયો તે જીત્યો.
*યશપાલસિંહ ટી.  વાઘેલા  દરબાર ગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
પ્રતિકાત્મક તસ્વીર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:12 am, Jan 7, 2025
temperature icon 12°C
clear sky
Humidity 31 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0