— સરકાર તાત્કાલિક વિપુલ ચૌધરી ને મુક્ત કરે નકા અમને દિવાળી પણ કરતાં આવડે નો અર્બુદા સેનાનો હુંકાર..!!
— આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ને ટીકીટ આપો સરદાર ચૌધરી :
ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જીલ્લા ના વાવના ઢીમા માં વિપુલ ચૌધરીના સમર્થન માં અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને વિપુલ ચૌધરીને અટકાયત માંથી મુક્ત કરવા સમાજને એક જૂથ થવા આહવાન કરવામાં આવ્યું.હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા
અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરી ના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી આ સંમેલનમાં વિપુલ ચૌધરીને સમર્થનમાં આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી. જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અર્બુદા સેના દ્વારા ધારણા તેમજ જેલ ભરો આંદોલન કરાશે.
બનાસકાંઠા અર્બુદા સેનાના અધ્યક્ષ સરદાર ચૌધરી દ્વારા કમલમને લઈને વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. વિપુલ ચૌધરીના વિરોધમાં મહેસાણા ખાતે જે અશોક ચૌધરી દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું તેને સરકાર તરફી સંમેલન અર્બુદા સેનાના આગેવાનોએ ગણાવ્યું હતું અર્બુદા સેનાના મહા મહાસંમેલનના મંચ પરથી આગેવાનો દ્વારા અશોક ચોધરીને આડેહાથ લેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે
અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ સાબરકાંઠાના અરવલ્લીના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે જેમાં પણ સમાજને એક જૂથ રહેવાનું આહવાન કરવામાં કરવામાં આવ્યું હતું..
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ