અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
ભાષા:
બ્રેકીંગ ન્યૂઝ

એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ હવે શેહનાઝ ગીલ ફરી શૂટીંગ શરૂ કરશે !

October 5, 2021

થોડાં સમય પહેલાં જ ટીવી જગતના જાણીતા એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થઈ ગયું હતું. આ સમાચારની સમગ્ર ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો હતો પરંતુ સૌથી વધારે શેહનાઝ ગિલની હાલત ખરાબ થઈ ગઈ હતી. સિદ્ધાર્થના નિધનથી શેહનાઝ તૂટી ગઈ હતી, જેથી તેને કામમાંથી બ્રેક લેવો પડ્યો હતો. જાેકે, હવે રિપોર્ટ્‌સમાં જાણવા મળ્યું છે કે શેહનાઝ ફરી કામ શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યૂસરે આ વાત કન્ફર્મ કરી છે, જાેકે, શેહનાઝ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો – T20 World Cup : ભારત -પાકની મેચ ટીકીટો માત્ર એક જ કલાકમાં વહેચાઈ ગઈ !

ફિલ્મ પ્રોડ્યૂસર દિલજીત થિંડે કહ્યું કે, હું શેહનાઝની ટીમ સાથે સતત ટચમમાં હતો અને તેના વિશે અમને રોજ અપડેટ મળતી હતી. તે એક પ્રોફેશનલ છોકરી છે અને મને ખુશી છે કે તેણે આ પ્રમોશનલ સોન્ગ માટે શૂટિંગ યૂનિટ સાથે કામ કરવાની હા પાડી છે. આની શૂટિંગ યૂકે અથવા ઈન્ડિયામાં થશે. આ શેહનાઝના વિઝા પર ર્નિભર કરશે. તમને જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરે શૂટિંગ શરૂ થશે.

શેહનાઝના મેન્ટલ સ્ટેટ પર વાત કરતા થિંડે કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને હજી પણ સ્ટેબલ થઈ નથી. તેના પ્રોજેક્ટ ખતમ કરવા માટે તેને ઘણી હિમ્મતથી કામ લીધું છે. તે અમારા પરિવારની જેમ છે. જેથી અમે તેની પર પ્રેશર કરવા માંગતા નથી. જેથી હું ઈચ્છું છું કે તે સમય લઈને નોર્મલ થાય પછી કામ શરૂ કરે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021એ હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. તે માત્ર 40 વર્ષનો હતો. શેહનાઝ હજી પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકી રહી કે સિદ્ધાર્થ આપણી વચ્ચે હવે નથી. સિદ્ધાર્થ અને શેહનાઝની જાેડી હમેશાં માટે તૂટી ગઈ.

(એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:48 am, Jan 8, 2025
temperature icon 16°C
clear sky
Humidity 29 %
Pressure 1019 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:09 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 300000
Estimated Gain amount 90411
Total amount 390411