અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

આમ આદમી પાર્ટી દ્વારા વિપુલ ચૌધરી સહિત અર્બુદા સેનાને આમંત્રણ અપાયું

November 5, 2022

— આમ આદમી પાર્ટીની ટિકીટ ઉપર વિપુલ ચૌધરી વિસનગરમાંથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી અટકળો 

ગરવી તાકાત મહેસાણા : તાજેતરમાં વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવવા માટે મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાંથી અર્બુદા સેનાએ ગુજરાતની ભાજપ સરકાર સામે બાયો ચડાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે વિપુલ ચૌધરી સહિત તેમની અર્બુદા સેનાના અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થનમાં આવી છે. તો સાથે સાથે વિપુલસેનાના તમામ કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને ખુલ્લુ સમર્થન આપવાનું એલાન કરી ચૂંટણી જંગમાં જંપલાવવી ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું  હોવાની અટકળો વહેતી થઇ છે.

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીની અર્બુદા સેનાના કાર્યકરો વિપુલ ચૌધરીને છોડાવવા મામલે ગુજરાત સરકાર સામે એલાને જંગ છેડ્યું હતું. ત્યારે હવે અર્બુદા સેનાના તમામ આગેવાનો, કાર્યકરો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ ભાજપ સામે પડકાર ફેંકી વિપુલ ચૌધરીની અર્બુદા સેનાના આગેવાનો વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી પણ નોંધાવવાની તૈયારી કરતાં હોવાની ભારે ચર્ચા જાગી છે.

જેને પગલે ૧૫ નવેમ્બરના રોજ માણસા તાલુકાના ચરાડા ગામે મળનારી અર્બુદા સેનાની સભામાં દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કર્તાહર્તા અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપી કેજરીવાલની હાજરીમાં અર્બુદા સેના અને વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જાેડાશે. જ્યારે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીની ટિકીટ પર વિસનગર ખાતેથી ચૂંટણી લડે તેવી અટકળો પણ ચર્ચાનો વિષય બની હતી.  જ્યારે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન એવા આશાબેન ઠાકોર ખેરાલુ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી તેમજ માણસા સીટ ઉપરથી જયેશ ચૌધરી આપ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાના હોવાનું માનવામાં અવી રહ્યું છે.

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની અર્બુદા સેનાના તમામ આગેવાનો અને કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીને ખુલ્લુ સમર્થન આપવાનું એલાન કરી ભાજપ સામે વિરોધ નોંધાવ્યોં છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતની રપથી વધુ બેઠકો પર પ્રભુત્વ ધરાવતા અર્બુદા સેના તથા વિપુલ ચૌધરી દ્વારા જાે આમ આદમી પાર્ટીને સમર્થન આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતની આ બેઠકો પર ફટકો પડવાની શક્યતાઓ રહેલી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:32 pm, Jan 2, 2025
temperature icon 20°C
few clouds
Humidity 34 %
Pressure 1016 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 20%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:22 am
Sunset Sunset: 6:05 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0